Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પરિવારનું કહ્યું માન્યું હોત તો જીવતો હોત આ ગુજરાતી યુવાન

પરિવારનું કહ્યું માન્યું હોત તો જીવતો હોત આ ગુજરાતી યુવાન

11 January, 2019 08:00 AM IST |
Rohit Parikh | rohit.parikh@mid-day.com

પરિવારનું કહ્યું માન્યું હોત તો જીવતો હોત આ ગુજરાતી યુવાન

વસમી વિદાય: લદાખમાં ટ્રેકિંગ માણી રહેલો ધવલ શાહ.

વસમી વિદાય: લદાખમાં ટ્રેકિંગ માણી રહેલો ધવલ શાહ.


જમ્મુ અને કાશ્મીર રાજ્યના લદ્દાખના ઝાંસ્કરમાં ચદ્દાર ટ્રેક અથવા ઝાંસ્કર ગૉર્જ શિયાળાની કડકડતી ઠંડીના જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ખૂબ જ લોકપ્રિય બની ગયો છે. ઘાટકોપર (ઈસ્ટ)નો ધવલ શાહ પણ આ સાહસ કરવા માટે લદ્દાખ ગયો હતો, પરંતુ બુધવારે સવારે ટ્રેકિંગ દરમ્યાન લેહ ડ્રિસ્ટ્રિક્ટના ટીબ કેવ પાસે કાર્ડિઍક અરેસ્ટમાં તેનું મૃત્યુ થયું હતું. આ સમાચાર મળતાં જ શાહ પરિવાર શોકમગ્ન બની ગયો હતો.

ઘાટકોપરમાં કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટનો બિઝનેસ કરતો ૩૪ વર્ષનો ધવલ નાનપણથી જ ટ્રેકિંગ અને અન્ય રમતગમતનો જબરો શોખીન હતો. સ્કૂલ અને કૉલેજ લાઇફમાં ધવલ અનેક સાહસિક ટ્રેકિંગ કરી ચૂક્યો હતો. તેણે મૅરથૉનમાં પણ ભાગ લીધો હતો. સુરેશ શાહનો તે એકનો એક પુત્ર હતો. સાડાચાર વર્ષ પહેલાં જ ધવલનાં સિદ્ધિ સાથે મૅરેજ થયાં હતાં. ધવલ ઘાટકોપરના પ્રતિષ્ઠિત બિલ્ડર અને જૈન દાનવીર કાન્તિલાલ માસ્ટરના છઠ્ઠા નંબરના ભાઈનું એકમાત્ર સંતાન હતો.



ધવલના મોતથી અમારો પરિવાર ગમગીન થઈ ગયો છે એમ જણાવતાં ઘાટકોપરમાં જ પરણેલી ધવલની મોટી બહેન નેહલ અજમેરાએ ધવલના મૃત્યુની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધવલ ચોથી જાન્યુઆરીએ ઘરેથી વાયા દિલ્હી લેહ-લદ્દાખ ટ્રેકિંગ માટે ગયો હતો. આ ટ્રેકિંગ જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં જ દેશ-વિદેશના સહેલાણીઓ કરતા હોય છે. ધવલ માટે આ એક મોટું સાહસ હતું એટલે અમારા પરિવારના સભ્યોએ તેને જવા માટે ઇનકાર કયોર્ હતો. જોકે તે મક્કમ હતો. તેને આ સાહસ કરવું જ હતું. આથી તે અમને બધાને સમજાવીને લદ્દાખ ટ્રેક કરવા ગયો હતો. કોને ખબર હતી કે તેનું આ સાહસ મોતમાં પરિણમશે.’


બુધવારે સાંજે ૬.૩૦ વાગ્યે અમને લદ્દાખથી એક સ્થાનિક રહેવાસીએ ધવલનું મૃત્યુ થયાના સમાચાર આપવા માટે ફોન કયોર્ હતો. આ સંદર્ભની માહિતી આપતાં નેહલે વધુમાં કહ્યું હતું કે ‘ધવલના સાહસ ઑપરેટર પાસે ઇમર્જન્સી સંપર્ક માટે મારા પપ્પાનો નંબર હતો. ફોન કરનાર વ્યક્તિએ પપ્પાને ધવલના મોતના સમાચાર આપતાં પપ્પાના તો હાંજા ગગડી ગયા હતા. પપ્પા અજાણ્યા ફોનની વાત માનવા જ તૈયાર નહોતા. પપ્પાએ તરત જ મને ફોન કરીને ઘરે બોલાવી લીધી હતી. અમે જે નંબર પરથી ફોન આવ્યો હતો એ નંબર પર ફોન કરવાનો પ્રયત્ન કયોર્ હતો, પણ નેટવર્ક કે અન્ય પ્રૉબ્લેમને લીધે ફોન લાગ્યો નહોતો એટલે અમે વધુ ટેન્શનમાં આવી ગયા હતા. આખરે અમારો ફોન લાગ્યો હતો અને અમને કહેવામાં આવ્યું હતું કે ધવલ ટ્રેકિંગ કરવા ગયો હતો ત્યાંથી મેસેજ આવ્યો હતો કે તેનું ઉપર જ મૃત્યુ થયું છે અને ફોન કરનાર રહેવાસીને મુંબઈ ફોન કરવાનું કહ્યું હતું. અમારા માટે આ સમાચાર શૉકિંગ હતા. અમને ત્યાંથી એવા પણ સમાચાર મYયા હતા કે મિલિટરીએ ધવલની ડેડ-બૉડી શોધી હતી.’

ધવલના મૃત્યુના સમાચાર મળતાં જ અમારા પરિવારે તેની ડેડ-બૉડી મુંબઈ લાવવા માટે ઘાટકોપરના જૈન અગ્રણી રમેશ મોરબિયા, જેમ્સ ટુર્સના જ્યોતીનભાઈ અને ઈશાન મુંબઈના સંસદસભ્ય કિરીટ સોમૈયાનો સંપર્ક કયોર્ હતો એમ જણાવતાં કાન્તિલાલ માસ્ટરના મોટા પુત્ર વિરલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધવલ મારા છઠ્ઠા નંબરના કાકાનો એકનો એક પુત્ર હતો. અમારા પરિવારમાં તે સૌથી જૉલી અને મદદગાર હતો. તેના મૃત્યુના સમાચારથી અમારા પરિવારને બહુ જ મોટો આંચકો લાગ્યો હતો. અમે ધવલની ડેડ-બૉડી મુંબઈ લાવવા માટે રમેશ મોરબિયા, જ્યોતીનભાઈ અને કિરીટ સોમૈયાને મદદ કરવા કહ્યું હતું. આ ત્રણેય મહાનુભાવો અને કિરીટ સોમૈયાના નિકટના રાહુલે તરત જ જમ્મુ-કાશ્મીર સરકારને ધવલની ડેડ-બૉડી જલદીથી મુંબઈ પહોંચે એ માટે બધી જ મદદ કરવાની વિનંતી કરી હતી.’


કિરીટ સોમૈયાએ ત્યાંની સરકારને કરેલી અપીલને લીધે મારા બનેવી અપૂર્વ અજમેરા અને અન્ય બે કઝિનો જિજ્ઞેશ તથા કુલીનને ત્યાંની સરકારે ખૂબ જ સાથ-સહકાર આપ્યો હતો એમ જણાવીને વિરલે વધુમાં કહ્યું હતું કે ‘ધવલના મૃત્યુના સમાચાર બુધવારે સાંજે મળતાં તરત જ મારા બનેવી અને કઝિન ધવલની ડેડ-બૉડી લેવા બુધવારે રાતે રવાના થઈ ગયા હતા. તેઓ ગઈ કાલે સવારે ૮.૩૦ વાગ્યે લદ્દાખ પહોંચ્યા ત્યારે ત્યાં ડેડ-બૉડીના પોસ્ટમૉર્ટમની અને મુંબઈ મોકલવા માટેની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. જોકે ગઈ કાલે મુંબઈ આવવા માટે ફ્લાઇટ ન હોવાથી ધવલની બૉડી આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ મુંબઈ પહોંચશે.’

આ પણ વાંચો : મુંબઈ: ત્રીજા દિવસે પણ યથાવત બેસ્ટની હડતાળ

મોતનું કારણ

ધવલ હેલ્થી હતો અને તેને કોઈ જ શારીરિક પ્રૉબ્લેમ નહોતો એમ જણાવતાં વિરલ શાહે કહ્યું હતું કે ‘અમને હજી પૂરી માહિતી નથી મળી, પણ લદ્દાખથી મળેલા સમાચાર પ્રમાણે ધવલને પહેલાં પગમાં દુખાવો શરૂ થયો હતો એટલે એ સમયે તેનું લોહી જામી થવાનું શરૂ થઈ ગયું હશે. એને કારણે ધવલને પછી હાર્ટ-અટૅક આવ્યો હશે એમ લાગે છે. ત્યાંના ડૉકટરોએ મોતનું કારણ હાર્ટ-અટૅક જ આપ્યું છે.’

Whatsapp-channel Whatsapp-channel

11 January, 2019 08:00 AM IST | | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK