ભક્તે તિરૂપતિ બાલાજીને 2.25 કરોડ રૂપિયાનો સોનાનો હાથ ચડાવ્યો

Published: Jun 16, 2019, 08:48 IST

તામિલનાડુના થેની જિલ્લામાં રહેતા થંગુ દુરાઈ નામના એક ઉદ્યોગપતિએ તિરુપતિ બાલાજીને એક ઘરેણું અર્પણ કર્યું છે.

ભક્તે તિરૂપતિ બાલાજીને 2.25 કરોડ રૂપિયાનો સોનાનો હાથ ચડાવ્યો
ભક્તે તિરૂપતિ બાલાજીને 2.25 કરોડ રૂપિયાનો સોનાનો હાથ ચડાવ્યો

તામિલનાડુના થેની જિલ્લામાં રહેતા થંગુ દુરાઈ નામના એક ઉદ્યોગપતિએ તિરુપતિ બાલાજીને એક ઘરેણું અર્પણ કર્યું છે. આ ઘરેણાનું નામ છે અભય હસ્તમ અને કાતિ હસ્તમ. છ-છ કિલોનું વજન ધરાવતા આ હાથ પ્યૉર સોનાના બનેલા છે. એની કિંમત અંદાજે ૨.૨૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ હાથ ગઈ કાલે સવારની પૂજા દરમ્યાન ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Terror Monitoring Group તોડશે આતંકવાદની કમર, અમિત શાહનો મોટો નિર્ણય

થંગુભાઈએ આ પ્રસંગે મીડિયાને કહ્યું હતું કે ‘બાળપણથી જ હું ભગવાન વેન્કટેશનો ભક્ત છું. થોડાં વર્ષો પહેલાં હું બીમાર પડી ગયો હતો અને મોત નજર સામે આવી ગયું હતું. મારી બચવાની બહુ પાતળી આશા હતી. જ્યારે ભગવાન વેન્કટેશ્વરને પ્રાર્થના કરી તો તેમણે મને જીવનદાન આપ્યું. એ વખતે મેં આ દાન કરવાનું વિચાર્યું હતું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK