શક્તિની દેવીને રીઝવવા નેપાલમાં હજારો પશુઓની કતલ

Published: 29th November, 2014 04:54 IST

નેપાલના બરિયાપુર ગામમાં યોજવામાં આવતા ગધીમાલ ફેસ્ટિવલમાં હજારો પશુઓની કતલ કરવામાં આવે છે.

શક્તિની દેવીને રીઝવવા માટે નેપાલ ઉપરાંત ભારતમાંથી પણ લાખો લોકો આ ફેસ્ટિવલમાં આવે છે. ફૂલો વડે શણગારવામાં આવેલા માતાનાં મંદિર ખૂલે અને એમાં જઈને પ્રાર્થના કરી શકાય એટલા માટે શ્રદ્ધાળુઓ દિવસો સુધી ખુલ્લામાં રહેતા હોય છે. ફેસ્ટિવલની ઉજવણીમાં હજારો પશુઓની કતલનો પણ સમાવેશ થાય છે. અહીં મોટા ભાગે ભેંસો અને બકરીઓની કતલ કરવામાં આવે છે. એક ભેંસનું ડોકું કાપવા માટે ફરસી ઉગામી રહેલા કસાઈની આ તસવીર ગઈ કાલે ઝડપવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK