અનેક પ્રયાસો છતાં ડ્રન્કન ડ્રાઇવિંગની બદી નાથવામાં ટ્રાફિક-પોલીસ નિષ્ફળ

Published: 18th October, 2014 06:46 IST

મુંબઈની ટ્રાફિક-પોલીસે ૨૦૦૭માં ડ્રન્કન ડ્રાઇવિંગ વિરુદ્ધ ઝુંબેશ જોરશોરથી શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં નશો કરેલી હાલતમાં ડ્રાઇવિંગ કરતા એક લાખ લોકો પકડાયા છે.

ડ્રન્કન ડ્રાઇવિંગને કારણે ૧૩ જણે જીવ ગુમાવ્યા અને ૧૩૦ જણ ઘાયલ થયા હોવાના આંકડા આ ઝુંબેશની નહીંવત્ અસર દર્શાવે છે. ડ્રન્કન ડ્રાઇવિંગ બદલ ૫૪,૮૯૭ ડ્રાઇવરોને જેલમાં મોકલાયા અને ૪૬,૫૩૫ મોટરિસ્ટોનાં લાઇસન્સો સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોવાનું પોલીસ રેકૉડ્ર્સમાં નોંધાયું છે.

૨૦૧૨થી ડ્રન્કન ડ્રાઇવિંગના કુસો સતત વધતા ગયા છે. એ વર્ષમાં આવા ૧૪,૧૩૩ કુસો નોંધાયા હતા. એ પછી ૨૦૧૩માં ૧૬,૫૨૫ કુસો નોંધાતાં આવા કુસોમાં ૧૪.૪૭ ટકાનો વધારો થયો. ૨૦૧૪ની ૩૦ સપ્ટેમ્બર સુધીમાં એ આંકડો ૧૧,૬૪૫ પર પહોંચ્યો છે. આ બદી નાથી શકાઈ નહીં હોવાનો ખેદ વ્યક્ત કરતાં ટ્રાફિક-પોલીસના જૉઇન્ટ કમિશનર ડૉ. બી. કુ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કુ લોકોને ડ્રન્કન ડ્રાઇવિંગ કરતા રોકવા અને એવા કુસો ઘટાડવા તેમ જ ખાસ કરીને એ કારણસર ઍક્સિડન્ટ ન થાય એવી જોગવાઈ કરવાની અમારી પ્રાયૉરિટી રહી છે. અમે નિયમિત નાકાબંધી,પ્રચાર-ઝુંબેશો અને બીજા પ્રયત્નો કરતા હોવા છતાં આ બદીમાં ઘટાડો થતો નથી. ટ્રાફિકના નિયમોના ભંગના કિસ્સામાં સૌથી વધારે પ્રમાણ આ બાબતના ગુનાનું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK