ડિપૉર્ટ થયા બાદ ટૂરિસ્ટ વિઝા પર ચોરી કરવા આવ્યો ને પકડાઈ ગયો

Published: 24th November, 2011 05:26 IST

બંગલા દેશમાં પ્લમ્બર તરીકે નિષ્ફળ રહેલો ફઝલુ રહેમાન ખાન પોતાની એક આવડતના જોરે પોતાનું નસીબ ચમકાવવા મુંબઈ આવ્યો, પરંતુ પાઇપ પર ઝડપથી ચડવાની આ આવડતના જોરે તે દુસાહસ કરી બેઠો. લોકોના ઘરની ખુલ્લી બારી પાસે મૂકેલી ચીજવસ્તુઓને ઉઠાવવા જતાં તે પકડાઈ ગયો હતો.

 

૧૭ નવેમ્બરે ગિરગામની ખંભાતા ચાલમાં એક ઘરમાં ચોરી કરીને નાસતો હતો ત્યારે વી. પી. રોડ પોલીસ-સ્ટેશનનાં બીટ-માર્શલે પૂછપરછ કરતાં જવાબ આપતાં અચકાયો હતો. દરમ્યાન તેની તલાશી લેતાં ત્રણ મોબાઇલ તથા કેસ સાથે પકડાયો હતો.

ખાન આ  અગાઉ ૨૦૦૯માં પણ પકડાતાં તેને બંગલા દેશ પાછો મોકલી દેવામાં આવ્યો હતો. જોકે એમ છતાં ન સુધરેલો ખાન ટૂરિસ્ટ વીઝા પર ભારત પાછો આવી પોતાની જૂની પદ્ધતિ અપનાવવા જતાં પકડાઈ ગયો હતો. વળી ભારતનું નાગરિકત્વ મળી જાય એ માટે તેણે મીરા રોડની એક ભારતીય મહિલા સાથે લગ્ન પણ કર્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK