Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાલાસોપારામાં ગુજરાતી મહિલા પર તેના જ ડ્રગ-ઍડિક્ટ દીકરાએ રેપ કર્યો

નાલાસોપારામાં ગુજરાતી મહિલા પર તેના જ ડ્રગ-ઍડિક્ટ દીકરાએ રેપ કર્યો

16 November, 2014 04:56 AM IST |

નાલાસોપારામાં ગુજરાતી મહિલા પર તેના જ ડ્રગ-ઍડિક્ટ દીકરાએ રેપ કર્યો

નાલાસોપારામાં ગુજરાતી મહિલા પર તેના જ ડ્રગ-ઍડિક્ટ દીકરાએ રેપ કર્યો



rape




જોકે આ કામ કરીને દીકરાએ સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એમાં તેને સફળતા નહોતી મળી. નાલાસોપારા પોલીસે તેને સરકારી હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો અને ગઈ કાલે તેને વસઈ કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને અઠવાડિયાની કસ્ટડી મળી છે. આ ઘટના બાદ આખા વિસ્તારમાં ચિંતા અને આઘાતનું વાતાવરણ સર્જાયું છે.

૨૧ વર્ષનો દીકરી દિવસે ને દિવસે દારૂ અને ડ્રગ્સનું ખૂબ જ સેવન કરવા લાગ્યો હતો. આ નશીલા પદાર્થોનું સેવન કરવા તેની ૪૨ વર્ષની મમ્મી રૂપિયા ન આપે તો તે તેને ખૂબ જ હેરાન કરતો હતો. આ વિશે સંપૂર્ણ માહિતી આપતાં નાલાસોપારા પોલીસ-સ્ટેશનના અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીકરાનું ડ્રગ્સનું સેવન ખૂબ જ વધી ગયું હતું. તે દારૂ અને ડ્રગ્સ પીવા માટે પાગલ થઈ જતો હતો. ૧૩ નવેમ્બરની સાંજે તે તેની મમ્મીને રૂપિયા આપવા ખૂબ જ હેરાન કરવા લાગ્યો હતો અને તે જો રૂપિયા ન આપે તો તેને મારી નાખશે એવી ધમકી પણ આપી હતી. એથી ગભરાઈને મમ્મીએ ભાડાના નવા ઘરે જવા માટે ૨૦ હજાર રૂપિયા જેમ-તેમ જમા કર્યા હતા એ આપી દીધા હતા. ત્યાર બાદ તે ઘરેથી નીકળ્યો અને ઘરે ફરી આવ્યો જ નહોતો. મમ્મી તો ઘરે ચિંતામાં બેઠી હતી અને તે શુક્રવારે સવારે લગભગ ૬ વાગ્યે ઘરે આવ્યો હતો. ઘરે આવીને તે સીધો બાથરૂમમાં ગયો અને નગ્ન અવસ્થામાં આવીને તેની સૂતેલી મમ્મી સામે ઊભો રહી ગયો હતો.’

તેણે તેની મમ્મીની સાડી પણ કાઢી નાખી અને તેને પણ નગ્ન કરી નાખી એમ જણાવતાં પોલીસે વધુમાં કહ્યું હતું કે, ‘એ પછી તે મમ્મીને તેની સાથે ઓરલ સેક્સ કરવા કહેવા લાગ્યો, પણ મમ્મીએ એમ ન કરતાં તેણે તેના પર રેપ કર્યો હતો. મમ્મીએ બૂમો પાડતાં પડોશમાં રહેતી મહિલા દોડતી તેના ઘરે આવી હતી. તેણે ઘરમાં આવીને જોયું તો દીકરી નગ્ન અવસ્થામાં ઊભો હતો. ત્યાર બાદ તરત જ તેણે અમને ફરિયાદ કરતાં અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અમે પહોંચીએ એ પહેલાં તેણે ઘરમાં રહેલી છરી પોતાને મારી હતી અને સુસાઇડ કરવાની કોશિશ કરી હતી. ’


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2014 04:56 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK