બુધવારે કૅપિટલમાં હિંસા ઉશ્કેરવામાં ભૂમિકા માટે ડેમોક્રેટ્સ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ ચલાવવા માટે વૉટ આપશે. હાઉસની સ્પીકર નેન્સી પેલોસીએ આની પુષ્ઠિ કરી છે. ડેમોક્રેટ્સને લખેલા પત્રમાં પેન્સે કહ્યું કે અમેરિકન સંવિધાન અને લોકતંત્રની રક્ષામાં અમે તત્પરતાથી કામ કરશું. તેમણે આગળ લખ્યું છે કે ટ્રમ્પનું આ કૃત્ય અમેરિકન સંવિધાન અને લોકતંત્ર બન્ને માટે એક આસન્ન જોખમનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે આ અંગે કાર્યવાહીની તત્કાળ જરૂર છે. તેમણે કહ્યું કે બુધવારની હિંસામાં આ પ્રમાણિત થઈ ગયું છે કે ટ્રમ્પે પોતાના સમર્થકોને ચૂંટણી પરિણામો વિરુદ્ધ લડવા માટે પ્રોત્સાહિત કર્યું કારણકે કૉંગ્રેસે નવેમ્બરના વોટમાં બાઇડનની જીત પ્રમાણિક કરી હતી. મહાભિયોગની આ પ્રક્રિયાને લઈને ચોક્કસ રૂપે રિપબ્લિકન પાર્ટી સાંસતમાં હશે.
ટ્રમ્પ વિરુદ્ધ આરોપ
રાષ્ટ્રપરતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની જમીન તૈયાર થઈ ગઈ છે. ટ્રમ્પ વિરુદ્ધ આરોપનામું તૈયાર થઈ ગયું છે. આ આરોપનામા પર 190 ડેમોક્રેટ સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે, પણ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના કોઇક સાંસદે હજી સુધી આનું સમર્થન નથી કર્યું. મહાભિયોગ સંબંધી પ્રસ્તાવ સોમવારે સંસદના નિચલા સદન પ્રતિનિધિ સભામાં રજૂ કરવામાં આવી શકે છે. આ સદનમાં ડેમોક્રેટ બહુમતમાં છે. પ્રતિનિધિ સભાના સભ્ય ટેજ લિયૂએ ટ્વીટ દ્વારા કહ્યું કે સદનમાં પાર્ટીના સભ્ય સોમવારે મહાભિયોગ સંબંધી પ્રસ્તાવ રજૂ કરશે. આ સંબંધે તૈયાર કરવામાં આવેલા આરોપનામાં પર શનિવારે રાત સુધી 190 ડેમોક્રેટ સાંસદોએ હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા હતા. આ અંગે અત્યાર સુધી કોઇપણ રિપબ્લિકને હસ્તાક્ષર નથી કર્યા છે.
મહાભિયોગને લઈને સાંસતમાં રિપબ્લિકન પાર્ટી
ડેમોક્રેટિક પાર્ટી દ્વારા ચલાવવામાં આવતા મહાભિયોગને લઈને રિપબ્લિકન પાર્ટી સાંસતમાં છે. કેટલાક રિપબ્લિકન નેતા કૅપિટલ હિંસાને લઈને ટ્રમ્પની વિરુદ્ધ છે. રિપબ્લિકન પાર્ટીના શીર્ષ સીનેટર પેટ ટૂમીએ સંસદ પર ટ્રમ્પ સમર્થકોના હુમલાની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે મારું માનવું છે કે ટ્રમ્પે મહાભિયોગ ચલાવવા માટે યોગ્ય અપરાધ કર્યો છે. જો કે, તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે જો સીનેટમાં પ્રસ્તાવ આવે છે તો તે ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવા માટે મતદાન કરશે કે નહીં. તો ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે આ સંકેત આપ્યા છે કે તે દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જા બાઇડન અને નવ-નિર્વાચિત ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસના 20 જાન્યુઆરીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. આથી એ સ્પષ્ટ છે કે તે આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે નથી. જણાવવાનું કે ટ્રમ્પે 20 જાન્યુઆરીના કાર્યક્રમમાં જવાની ના પાડી દીધી હતી.
બોલો, આવી પત્નીને શું કહેવું?
23rd January, 2021 08:55 ISTદિલધડક રેસ્ક્યુ
23rd January, 2021 08:48 ISTનેધરલૅન્ડ્સમાં નાઇટ-કરફ્યુમાં ફરવા મળે એ માટે લોકો હોમ ડિલિવરી બૉયના યુનિફૉર્મ પહેરીને નીકળી પડે છે
23rd January, 2021 08:15 ISTહાથીની લાદમાંથી પ્રીમિયમ ક્વૉલિટી જીન બનાવ્યો છે દક્ષિણ આફ્રિકાના દંપતીએ
23rd January, 2021 08:10 IST