૨૨ વર્ષની ટિકટૉક સ્ટાર પૂજા ચવાણનો મૃતદેહ રવિવારે મધરાત બાદ પુણેના વાનવડી વિસ્તારની મોહમ્મદવાડી હેવન પાર્ક સોસાયટી નીચે પટકાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. આ સંદર્ભે સ્થાનિક વાનવડી પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરીને કેસ દાખલ કર્યો હતો. જોકે આ કેસમાં વિદર્ભના એક પ્રધાનનું નામ બહાર આવતાં કેસ ચર્ચાના ચકડોળે ચડ્યો હતો. શરૂઆતમાં તો પોલીસે કહ્યું હતું કે પૂજા ડિપ્રેશનમાં હતી અને તેથી તેણે જીવન ટૂંકાવ્યું હોઈ શકે એમ તેના જ પરિવારના સભ્યોએ તેમના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું. જોકે હવે એવું કહેવાય છે કે પૂજાના પિતરાઈ ભાઈ અને આ પ્રધાન વચ્ચે થયેલી કથિત ટેલિફોનિક વાતચીતની ૧૧ જેટલી ઑડિયો ક્લિપ વાઇરલ થઈ છે. એથી બીજેપીએ આ કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવે એવી માગણી કરી છે. બીજેપીના સ્થાનિક યુનિટે પોલીસને એક નિવેદન આપ્યું છે જેમાં કહેવાયું છે કે સોશ્યલ મીડિયાની કેટલીક પોસ્ટ મુજબ પૂજા રાજ્યના એક પ્રધાન સાથે રિલેશનશિપમાં હતી.
મેં પણ આ પ્રકરણના સમાચાર વાંચ્યા છે. આ પ્રકરણ બહુ ગંભીર છે. સોશ્યલ મીડિયા પર કેટલીક ક્લિપ ફરી રહી હોવાનું પણ મને કહેવામાં આવ્યું છે. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરીને શંકાના ઘેરામાં જે વ્યકિત છે તેને છાવરવાને બદલે સત્ય બહાર લાવવું જોઈએ.
- વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ
Deshraj: જાણો કેમ સોશિયલ મીડિયા પર ફૅમસ થઈ રહ્યા છે આ 74 વર્ષના આ ઑટો-ચાલક
27th February, 2021 12:39 ISTમહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 ISTમુલુંડમાં કોરોનાની સાથે ફેક મેસેજનો પણ પ્રકોપ
27th February, 2021 10:19 ISTવ્યાપાર બંધ હમારા કર્મ નહીં, હમારી મજબૂરી હૈ
27th February, 2021 10:18 IST