સિલિન્ડર-બ્લાસ્ટના પગલે મીરા રોડમાં રોડ-સાઇડ સ્ટૉલ્સ પર કાર્યવાહીની માગ

Published: 10th February, 2021 13:20 IST | Mumbai Correspondent | Mumbai

આ સમિતિમાં મહાપાલિકાના અધિકારીઓમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ફાયર-બ્રિગેડના ચીફ, લાઇસન્સ વિભાગના પ્રમુખ, મુખ્ય સર્વેયર અને પ્રભાગ સમિતિના અધિકારીનો સમાવેશ છે.

સિલિન્ડર-બ્લાસ્ટના પગલે મીરા રોડમાં રોડ-સાઇડ સ્ટૉલ્સ પર કાર્યવાહીની માગ
સિલિન્ડર-બ્લાસ્ટના પગલે મીરા રોડમાં રોડ-સાઇડ સ્ટૉલ્સ પર કાર્યવાહીની માગ

મીરા રોડના શાંતિ ગાર્ડન અને પ્રેમનગર પરિસરમાં થયેલા ગૅસ સિલિન્ડરના સ્ફોટની તપાસ કરવા માટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર દિલીપ ઢોલેની અધ્યક્ષતામાં છ સદસ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિમાં મહાપાલિકાના અધિકારીઓમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ફાયર-બ્રિગેડના ચીફ, લાઇસન્સ વિભાગના પ્રમુખ, મુખ્ય સર્વેયર અને પ્રભાગ સમિતિના અધિકારીનો સમાવેશ છે.
શાંતિ ગાર્ડન પરિસરમાં ખાલી પડેલી એક જમીન પર એલપીજી ગૅસથી ભરેલી ટ્રકમાં રવિવારે મધરાત બાદ લગભગ બે વાગ્યે ભીષણ સિલિન્ડર-સ્ફોટ થયા હતા જેમાં સંપૂર્ણ પરિસર ધ્રૂજી ઊઠ્યો હતો. આ ઘટનાની ગંભીર દખલ લઈને રસ્તાઓ પર ખાદ્ય પદાર્થ વેચવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી છે. અહીં ગેરકાયદે ગૅસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે એના પર કાર્યવાહી કરવાની સાથે ખુલ્લી જમીન પર ગૅસ સિલિન્ડરની ગાડી ઊભી કરનાર ગૅસ એજન્સીના માલિક સામે કાર્યવાહી કરવાની માગણી પણ કરવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK