દિલ્હી ગૅન્ગ-રેપના આરોપીને તિહાર જેલના કેદીઓએ છીછી-પીપી ખાવાની ફરજ પાડી

Published: 23rd December, 2012 04:20 IST

દિલ્હીના બર્બર ગૅન્ગ-રેપની ઘટનાએ દેશભરના લોકોને જ નહીં, જેલના કેદીઓને પણ હચમચાવી દીધા છે.

સામૂહિક બળાત્કારના એક આરોપી ૨૬ વર્ષના મુકેશ સિંહને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો છે. ગૅન્ગ-રેપનો ભોગ બનેલી યુવતીના મિત્રે શુક્રવારે ઓળખપરેડમાં મુકેશને ઓળખી બતાવ્યો હતો. એ પછી જેલના રોષે ભરાયેલા કેદીઓએ તેને ફટકારીને પોતાનાં જ છીછી-પીપી ખાવાની ફરજ પાડી હતી. મુકેશ ગૅન્ગ-રેપ કેસના મુખ્ય આરોપી રામ સિંહનો ભાઈ છે. કેદીઓએ મુકેશ સાથે આવો વ્યવહાર કર્યો હોવાનો જેલના સત્તાવાળાઓએ ઇનકાર કર્યો હતો, પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવી ઘટના બની હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે ૧૬ ડિસેમ્બરે રાત્રે ચાલુ બસમાં રામ સિંહ સહિતના આરોપીઓ ૨૩ વર્ષની યુવતી પર રેપ કરી રહ્યા હતા ત્યારે મુકેશ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. બાદમાં બળાત્કારીઓએ યુવતીને સંપૂર્ણ નગ્ન કરીને બસમાંથી બહાર ફેંકી દીધી હતી. પોલીસે રામ સિંહ અને વિનય શર્મા નામના આરોપીઓની સોમવારે ધરપકડ કરી હતી, જ્યારે પવન ગુપ્તા અને મુકેશની એ પછીના દિવસે ધરપકડ કરી હતી. આ કેસના તમામ છ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK