Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જૅગ્વાર ને BMW જેવી જર્મન કાર સસ્તામાં લેવાની લાલચમાં આવી હોટેલમાલિકે ૪૦ લાખ ગુમાવ્યા

જૅગ્વાર ને BMW જેવી જર્મન કાર સસ્તામાં લેવાની લાલચમાં આવી હોટેલમાલિકે ૪૦ લાખ ગુમાવ્યા

27 October, 2014 05:45 AM IST |

જૅગ્વાર ને BMW જેવી જર્મન કાર સસ્તામાં લેવાની લાલચમાં આવી હોટેલમાલિકે ૪૦ લાખ ગુમાવ્યા

જૅગ્વાર ને BMW જેવી જર્મન કાર સસ્તામાં લેવાની લાલચમાં આવી હોટેલમાલિકે ૪૦ લાખ ગુમાવ્યા





સૌરભ વક્તાણિયા

દિલ્હીના એક રિયલ એસ્ટેટ એજન્ટે ૪૦ લાખ રૂપિયામાં ત્રણ જર્મન ગાડીઓ ઑક્શન સેલમાં આપવાની બાંયધરી મુંબઈના હોટેલમાલિકને આપીને તેની સાથે છેતરપિંડી કરતાં સાંતાક્રુઝ પોલીસે એસ્ટેટ એજન્ટની ધરપકડ કરી હતી. તે એજન્ટ હોટેલમાલિકને દિલ્હીની જર્મન કૉન્સ્યુલેટમાં લઈ ગયો હતો અને જર્મન કૉન્સ્યુલેટનાં બનાવટી કાગળિયાં અને નવી દિલ્હીના સોશ્યલ વેલ્ફેર મિનિસ્ટરનો લેટર પણ તેને આપ્યો હતો. એ માટે આરોપી એજન્ટે વર્ષો પહેલાંથી તૈયારી કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ‘દિલ્હીમાં રહેતો એસ્ટેટ એજન્ટ અમન ચૌધરી ૨૦૧૧માં સાંતાક્રુઝ (વેસ્ટ)માં આવેલી વિજયકુમાર શેટ્ટીની હોટેલમાં થોડા દિવસ માટે રોકાયો હતો. થોડા સમય પછી મુંબઈ આવ્યા બાદ પાછો એ જ હોટેલમાં તે ઊતર્યો હતો. એને કારણે વિજયકુમાર શેટ્ટી સાથે તેની ઓળખાણ વધી હતી. પોતે દિલ્હીમાં રિયલ એસ્ટેટ એજન્ટ અને કન્સ્ટ્રક્શન લાઇનમાં હોવા ઉપરાંત ઇમ્પોર્ટેડ કારનો ડીલર છે એવી ઓળખ તેણે વિજયકુમારને આપી હતી. ૨૦૧૨માં શરૂઆતમાં તેણે વિજયકુમારને કહ્યું હતું કે જર્મન એમ્બેસીમાં જૅગ્વાર, Q અને BMW ગાડીઓ ૪૦ લાખ જેવી નજીવી કિંમતે ઑક્શનમાં છે અને એમાં મારી સારી ઓળખાણ પણ છે.’

વિજયકુમારે આ બાબતે પોતાના દીકરા અને કઝિન ભાઈને વાત કરી હતી અને બન્ને દિલ્હીમાં જર્મન કૉન્સ્યુલેટ ગયા હતા. ત્યાં તેમને ગાડીઓ બતાવીને ઑફિસર ઇન્ચાર્જ શિવમ ત્યાગી જે આ ઘટનામાં બીજો આરોપી છે તેની સાથે મુલાકાત કરાવી હતી. તેમને વિશ્વાસ બેસી જતાં વિજયકુમારે અમન ચૌધરીને ત્રણ હપ્તામાં ૪૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. અમન ચૌધરીએ ૭૭૭૭, ૧૧૧૧, ૨૨૨૨, ૯૯૯૯ જેવા યુનિક વેહિકલ-નંબર ઑફર કર્યા હતા અને નવી દિલ્હીમાં સમાજ કલ્યાણ મિનિસ્ટર અને વિધાનસભ્ય મંગતરામ સિંઘલના લેટરહેડ સાથે પેપર પણ આપ્યાં હતાં એટલું જ નહીં, એજ્યુકેશન અને એન્વાયર્નમેન્ટ મિનિસ્ટર નવી દિલ્હીના નામે તેણે એ નંબર ઑફર પણ કર્યા હતા જે પછીથી ખોટા પુરવાર થયા હતા. આરોપીએ જર્મન કૉન્સ્યુલેટના લેટરહેડ પર અમનના નામે પે-ઑર્ડર અને વેહિકલ પણ આપ્યાં હતાં અને એ પણ પછીથી ખોટાં પુરવાર થયાં હતાં.

થોડા મહિના પછી અમન ચૌધરીએ વિજયકુમારને ઇગ્નૉર કરવાનું શરૂ કરી દીધું હતું અને પોતાનો નંબર પણ બદલી નાખ્યો હતો. એ જોઈને વિજયકુમારે જે પેમેન્ટ કર્યું હતું એ બૅન્ક-અકાઉન્ટની માહિતી ચેક કરી હતી જે ખોટી નીકળી હતી અને કૉન્સ્યુલેટમાં શિવમ નામની કોઈ વ્યક્તિ નથી એની પણ તેને જાણ થઈ હતી. વિજયકુમારે ગયા મહિને સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં એ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. ટિપ મળતાં પોલીસે અમનની ધરપકડ કરી હતી. જોકે એ ઘટનામાં અન્ય બે આરોપીઓને પોલીસ શોધી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2014 05:45 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK