Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સિંગાપોરમાં યુવતીની હાલત અત્યંત સિરિયસ

સિંગાપોરમાં યુવતીની હાલત અત્યંત સિરિયસ

28 December, 2012 03:49 AM IST |

સિંગાપોરમાં યુવતીની હાલત અત્યંત સિરિયસ

સિંગાપોરમાં યુવતીની હાલત અત્યંત સિરિયસ




દિલ્હીમાં ૧૬ ડિસેમ્બરે પાશવી ગૅન્ગ-રેપનો ભોગ બનેલી યુવતીની હાલત અત્યંત ગંભીર છે. તેને બુધવારે મોડી સાંજે સ્પેશ્યલ ઍર ઍમ્બ્યુલન્સમાં છ કલાકના પ્રવાસ બાદ સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલમાં ઍડમિટ કરવામાં આવી હતી. આ હૉસ્પિટલ દ્વારા કાલે સાંજે બહાર પાડવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં યુવતીની હાલત અત્યંત સિરિયસ હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેને અત્યારે ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં રાખવામાં આવી છે. જુદી-જુદી શાખાના અનુભવી ડૉક્ટરોની ટીમ યુવતીની કાળજી રાખી રહ્યા છે.

૧૯૭૩માં શરૂ થયેલી માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલને એશિયાની સૌથી શ્રેષ્ઠ હૉસ્પિટલમાં સમાવેશ થાય છે. આ હૉસ્પિટલ લેટેસ્ટ તમામ ઉપકરણોથી સજ્જ છે. યુવતીની સારવારનો તમામ ખર્ચ ભારત સરકાર ભોગવી રહી છે. યુવતીની સાથે તેનાં માતા-પિતા પણ છે. ગૅન્ગ-રેપ બાદ ચાલુ બસમાંથી બહાર ફેંકી દેવામાં આવતાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અગાઉ દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન યુવતીનાં આંતરડાંનો કેટલોક ભાગ દૂર કરવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએ યુવતીને સિંગાપોર ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સિંગાપોરના ભારતીય હાઈ કમિશનને પણ યુવતીને તમામ મદદ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં હાઈ કમિશને એક લાઇઝન ઑફિસરની પણ નિમણૂક કરી છે, જે સતત હૉસ્પિટલમાં જ રહેશે. ગઈ કાલે ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ કહ્યું હતું કે યુવતીની સારવારમાં કોઈ કચાશ રાખવામાં આવી નથી તથા સારવારનો તમામ ખર્ચ સરકાર ભોગવી રહી છે.

રેપિસ્ટોની ફોટો સાથેની વિગતો જાહેર થશે

કેન્દ્ર સરકારે કાલે દેશભરમાં રેપની ઘટનાના આરોપી એવા તમામ બળાત્કારીઓનો તસવીરો સાથેનો ડેટાબેઝ જાહેર કરવાનું નક્કી કર્યું હતું. લોકો અધમ કૃત્ય આચરનાર બળાત્કારીઓને ઓળખે અને તેઓ પોતાના કૃત્ય બદલ આજીવન શરમ અનુભવે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન આર. પી. એન. સિંહે કહ્યું હતું કે આ વિશે નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો (એનસીઆરબી)ને આદેશ આપી દેવામાં આવ્યો છે. એનસીઆરબી તમામ બળાત્કારીઓની તસવીર, નામ, સરનામું સહિતની વિગતો વેબસાઇટ દ્વારા જાહેર કરશે. શરૂઆત દિલ્હીના બળાત્કારીઓથી કરવામાં આવશે. સિંહે કહ્યું હતું કે થોડા જ વખતમાં તમામ રાજ્યોના બળાત્કાર દોષીઓની તસવીરો સહિતની વિગતો પણ જાહેર કરી દેવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2012 03:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK