દિલ્હીની ઘટનાને પગલે આજે કોઈ થર્ટીફર્સ્ટની પાર્ટી જતી કરશે?

Published: 31st December, 2012 03:03 IST

સેલિબ્રેશન નહીં કરવાનું કહેતા મેસેજ ફરી રહ્યા છે : કાંદિવલીની એક સોસાયટીએ કૅન્સલ કર્યું ગેટ-ટુગેધરદિલ્હીમાં ગૅન્ગ-રેપનો ભોગ બનેલી યુવતીનું મૃત્યુ થયા બાદ શનિવારે હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને અનેક ઠેકાણે રૅલીઓ કાઢી કૅન્ડલ-માર્ચ કરીને તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એને કારણે વાતાવરણમાં ગમગીની છવાયેલી છે ત્યારે નવા વર્ષની ઉજવણીનું સેલિબ્રેશન કરવામાં ન આવે અને તે યુવતીના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવામાં આવે એવા SMS લોકો એકબીજાને મોકલી રહ્યા છે. જોકે આ અપીલ પર આજે રાત્રે કેટલા લોકો અમલ કરશે એ તો ખબર નહીં, પણ કેટલીક સોસાયટીઓએ આ સંદર્ભમાં પહેલ કરીને એમની સોસાયટીની થર્ટીફર્સ્ટની પાર્ટી કૅન્સલ કરી છે અથવા મનોરંજનના કાર્યક્રમો રદ કર્યા છે.

કાંદિવલી (વેસ્ટ)માં સરોજિની નાયડુ રોડ પર આવેલી રુગાણી પૅલેસ સોસાયટીએ આજે રાત્રે થનારું ગેટ-ટુગેધર કૅન્સલ કર્યું છે. દર વર્ષે‍ થર્ટીફસ્ર્ટે સોસાયટીના સભ્યોનું ગેટ-ટુગેધર થાય છે જેમાં મિમિક્રી આર્ટિસ્ટને બોલાવવા જેવા મનોરંજનના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતું હોય છે અને ત્યાર પછી જમણવાર હોય છે. આ વખતે આ આખો પ્રોગ્રામ કૅન્સલ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં નાનાં બાળકોને મજા આવતી હોય છે, પણ આ વખતે આ કાર્યક્રમ રદ થતાં તેઓ નારાજ થઈ ગયાં છે. જોકે સોસાયટીના મેમ્બરોએ તેમને સમજાવી લીધાં છે.

ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રમુખ અને જાણીતા શોરૂમ રૂપમના માલિક વીરેન શાહ થીમ પાર્ટી આપવા માટે જાણીતા છે. જોકે આ વખતે તેઓ પણ પાર્ટી નથી કરવાના. તેમણે કહ્યું હતું કે ‘દિલ્હીના રેપકેસની ઘટનાને કારણે આ વખતે મુંબઈગરાઓનો પાર્ટીનો મૂડ નથી. લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. મારી વાત કરું તો દિલ્હીની ઘટનાને કારણે ગમગીની છવાયેલી છે. આ ઉપરાંત થોડા વખત પહેલાં જ મારાં મમ્મીનું અવસાન થયું છે એટલે આ વર્ષે‍ પાર્ટીનું આયોજન નથી કર્યું. હું ઘરે જ રહીશ. બહુ-બહુ તો ફ્રેન્ડને ત્યાં જઈશ, પણ બિગ પાર્ટી તો નથી જ કરવાનો.’ 

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સની સાથે અનેક વેપારીઓ સંકળાયેલા છે તેમને આ મેસેજ મળી રહ્યો છે. આ બાબતે વધુમાં જણાવતાં કેઇટના મહારાષ્ટ્રના પ્રમુખ કીર્તિ રાણાએ કહ્યું હતું કે ‘સેલિબ્રેશનની જગ્યાએ મૃત્યુ પામેલી યુવતીના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવામાં આવે એવી અપીલ કરવામાં આવી છે. આ માટેના SMS પણ મોકલવામાં આવી રહ્યા છે.’

ડોમ્બિવલીના નવનીતનગરમાં ૩ ડિસેમ્બરે કૉમ્પ્લેક્સની જ છોકરીની છેડતી કરનાર ટીનેજરોને પડકારનાર સંતોષ વીંછીવોરાની હત્યા કરવામાં આવી હતી એ સંદર્ભે‍ અને દિલ્હીની ઘટનાને પગલે નવનીતનગરના રહેવાસીઓએ આ વર્ષે‍ નવા વર્ષના સેલિબ્રેશનનો પ્રોગ્રામ બંધ રાખ્યો છે. સેલિબ્રેશનને બદલે આ જૈન સોસાયટીના રહેવાસીઓ બન્નેના આત્માને શાંતિ મળે એ હેતુથી કોઈ સેલિબ્રેશન નહીં કરે અને નવનીતનગરમાં જ આવેલા મુનિસુવþત દેરાસરમાં સવારે સાડાદસથી સાડાઅગિયાર વાગ્યા દરમ્યાન નવકાર મંત્રના જાપ કરવાના છે, જોકે મોટાં ગ્રુપો અને જ્ઞાતિનાં મંડળોએ એમના કાર્યક્રમો યથાવત્ રાખ્યા છે અને એમાં કોઈ ફેરફાર કયોર્ નથી.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK