ચિદમ્બરમને ઝટકો, આત્મસમર્પણની અરજી ફગાવતી દિલ્હી કોર્ટ

Published: Sep 14, 2019, 11:32 IST | નવી દિલ્હી

ચિદમ્બરમે જન્મદિવસ જેલમાં જ ઊજવવો પડી શકે છે. ૧૬ સપ્ટેમ્બરે તેઓ ૭૪ વર્ષના થઈ રહ્યા છે.

ચિદમ્બરમ
ચિદમ્બરમ

નવી દિલ્હી : (જી.એન.એસ.) આઇએનએક્સ મામલામાં ઈડી સમક્ષ આત્મસમર્પણની અરજી પર ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને કોર્ટે ઝટકો આપ્યો છે. રૉઉઝ ઍવન્યુ કોર્ટે સરેન્ડરની અરજીને રદ કરી દીધી છે. આ પહેલાં ઈડીએ દલીલ કરી હતી કે આરોપી નક્કી ન કરી શકે કે તેને ક્યારે કસ્ટડીમાં લેવામાં આવે. એ કામ તપાસ-એજન્સીનું છે. સમય આવ્યે ચિદમ્બરમની ધરપકડ કરીને તેમને કસ્ટડીમાં લેવામાં આવશે. આ નિર્ણય બાદ ચિદમ્બરમે તિહાર જેલમાં જ રહેવું પડશે. ૨૩ સપ્ટેમ્બરે દિલ્હી હાઈ કોર્ટમાં ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી થવાની છે. એ નિર્ણય બાદ ચિદમ્બરમે જન્મદિવસ જેલમાં જ ઊજવવો પડી શકે છે. ૧૬ સપ્ટેમ્બરે તેઓ ૭૪ વર્ષના થઈ રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK