Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > NCBએ દીપિકા, શ્રદ્ધા અને રકુલને સમન મોકલ્યા

NCBએ દીપિકા, શ્રદ્ધા અને રકુલને સમન મોકલ્યા

23 September, 2020 08:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

NCBએ દીપિકા, શ્રદ્ધા અને રકુલને સમન મોકલ્યા

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


NCB દ્વારા આજે દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહને સમન મોકલવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસમાં આ તમામ એક્ટ્રેસની પૂછપરછ કરવામાં આવશે.

સૂત્રોનું કહેવું છે કે દીપિકા પાદુકોણની 25 સપ્ટેમ્બરના રોજ NCB પૂછપરછ કરશે. દીપિકા પાદુકોણ હાલમાં ગોવામાં શકુન બત્રાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે તો સારા અલી ખાન પણ હાલમાં ગોવામાં જ છે. અહીંયા તેની માતા અમૃતા સિંહનું ઘર છે અને તે માતા સાથે અહીંયા સમય પસાર કરી રહી છે.



દીપિકાએ ગોવાથી વીડિયો કોન્ફરન્સિંગની મદદથી 12 વકીલો સાથે મિટિંગ કરી જેમાં રણવીર સિંહ પણ હાજર હતો. દીપિકાનું નામ ડ્રગ્સ કેસમાં આવતા ફિલ્મનું શૂટિંગ પણ કેન્સલ કરી દેવામાં આવ્યું છે.


NCBએ દીપિકા પાદુકોણની ટેલેન્ટ મેનેજર કરિશ્મા પ્રકાશને સમન પાઠવ્યું હતું. જોકે, તેની તબિયત ખરાબ હોવાથી તેણે 25 સપ્ટેમ્બર પછી આવવાની વાત કરી હતી. કરિશ્મા તથા જયા સાહા એક જ ટેલેન્ટ કંપનીમાં કામ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2020 08:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK