તાજ મહલ જોવા માટેની એન્ટ્રી-ફીમાં જોરદાર વધારો

Published: Dec 17, 2014, 06:20 IST

આગરામાં આવેલા તાજ મહલને જોવા માટે હવે વધારે નાણાં ચૂકવવાં પડશે. આગરા ડેવલપમેન્ટ ઑથોરિટીએ સોમવારે એન્ટ્રી-ફીમાં વધારો કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી. જોકે રાજ્ય સરકાર આ દરખાસ્તને મંજૂરી આપશે એ પછી આ વધારો અમલી બનશે.હાલમાં ૧૫ વર્ષથી નીચેનાં બાળકોને પ્રવેશ મફતમાં મળે છે એના બદલે હવે પાંચ વર્ષથી મોટા તમામને ટિકિટ ખરીદવી પડશે. ભારતીયો માટે એન્ટ્રી-ફી ૨૦ રૂપિયાથી વધારીને ૫૦ રૂપિયા કરવામાં આવી છે. એ જ રીતે વિદેશી ટૂરિસ્ટો માટેની એન્ટ્રી-ફી ૭૫૦ રૂપિયાથી વધારીને ૧૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. સાર્ક (લ્ખ્ખ્ય્ઘ્ - સાઉથ એશિયન અસોસિએશન ફૉર રીજનલ કો-ઑપરેશન) દેશોના ટૂરિસ્ટો પાસેથી હવે ૫૧૦ રૂપિયા એન્ટ્રી-ફી લેવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK