મીરા રોડમાં આવી ચડ્યાં હરણ

Published: 23rd December, 2014 05:21 IST

મીરા રોડના રેસિડેન્શિયલ વિસ્તારમાં હરણ અને એનાં બે બચ્ચાં રખડતાં જોવા મળ્યાં હતાં. અચાનક આ રીતે હરણને જોતાં લોકોને આશ્ચર્ય થયું હતું.
મીરા રોડમાં મીરા ગાવઠણ રેસિડેન્શિયલ વિસ્તાર ડુંગરને અડીને આવ્યો છે. નૅશનલ પાર્ક અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને અડીને આવેલા આ વિસ્તારમાં ઘણી વખત અનેક પ્રાણીઓ આવી ચડે છે. જોકે આ વખતે પહેલી વાર હરણ જોવા મળતાં એ વિસ્તારના રહેવાસીઓને આશ્ચર્ય થયું હતું. રવિવારે રાતે અમુક લોકો કામસર ઘર બહાર નીકળ્યા હતા ત્યારે તેમણે એક હરણ અને એનાં બે બચ્ચાંઓને ફરતાં જોયાં હતાં. તેમને જોયા બાદ લોકોએ બૂમાબૂમ કરી મૂકતાં હરણ અને એનું એક બચ્ચું ત્યાંથી નાસી છૂટ્યાં હતાં, પણ એક બચ્ચું એક ઘરની પાછળ અટવાઈ ગયું હતું. એને ભાગવાનો ચાન્સ નહોતો મળી શક્યો. જોકે રહેવાસીઓએ એ બચ્ચાને સેફ રીતે પકડી લીધું હતું. ત્યાર બાદ નૅશનલ પાર્કના અધિકારીનો સંપર્ક કરીને ઘટનાની જાણ કરી હતી. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી અજય તાંબેએ બચ્ચાને તાબામાં લીધું હતું. દરમ્યાન બચ્ચાને જોવા માટે આખું ગામ ગાંડું થયું હોય એવી પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK