જીવનમાં સૌપ્રથમ વખત પોતાનો અવાજ સાંભળી મહિલા રડી પડી
૨૯ વર્ષમાં પ્રથમ વખત પોતાનો અવાજ સાંભળીને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેના પતિએ આ ક્ષણોનું વિડિયો-રેકૉર્ડિંગ કરવાનું નક્કી કર્યું હતું. તેણે આ વિડિયો યુ-ટ્યુબ પર મૂક્યો હતો, જે ભારે લોકપ્રિય બન્યો છે.
સારાહને પૂછવામાં આવ્યું કે શું તું તારા પતિનો અવાજ સાંભળવા માગે છે? આ સવાલનો જવાબ તેણે આંસુઓ વડે જ આપ્યો હતો.