Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દહિસર કોવિડ સેન્ટરમાં ડેડ દરદીના મંગળસૂત્ર અ‌ને સ્માર્ટફોનની ચોરી થઈ

દહિસર કોવિડ સેન્ટરમાં ડેડ દરદીના મંગળસૂત્ર અ‌ને સ્માર્ટફોનની ચોરી થઈ

11 September, 2020 09:27 AM IST | Mumbai
Samiullah Khan

દહિસર કોવિડ સેન્ટરમાં ડેડ દરદીના મંગળસૂત્ર અ‌ને સ્માર્ટફોનની ચોરી થઈ

મરનારનો પતિ પણ આ જ સેન્ટરમાં પહેલી સપ્ટેમ્બરે મરણ પામ્યો હતો.

મરનારનો પતિ પણ આ જ સેન્ટરમાં પહેલી સપ્ટેમ્બરે મરણ પામ્યો હતો.


દહિસરસ્થિત કોવિડ સેન્ટરના આઇસીયુમાંથી એક મરનાર મહિલા દરદીનાં મંગળસૂત્ર અને મોબાઇલ ફોન ચોરાઈ જતાં મરનારના પરિવારે એમએચબી પોલીસ-સ્ટેશનમાં ગુરુવારે ફરિયાદ નોંધાવી હતી.
75 વર્ષનાં મહિલા સુલોચના ગિરકરનું બુધવારે કાંદારપાડા કોવિડ આઇસીયુ સેન્ટરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પરિવારને ઓળખ માટે અને મૃતદેહ મેળવવા માટે બોલાવવામાં આવ્યો ત્યારે મરનારના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ હોવાનું અને સ્માર્ટફોન પણ નહીં હોવાનું માલૂમ પડતાં પરિવારજનોએ કોવિડ સેન્ટરના ઇન્ચાર્જને આ વિશે પૂછતાં ઇન્ચાર્જે પોતે એનાથી વાકેફ ન હોવાનું જણાવવ્યું હતું. આને પગલે મરનારના પુત્ર અતુલ ગિરકરે એમએચબી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને તપાસની અને એફઆઇઆર નોંધવાની માગણી કરી હતી.
અતુલનાં માતા-પિતાને કાંદારપાડા કોવિડ સેન્ટરમાં દાખલ કરાયાં હતાં જ્યાં પહેલી સપ્ટેમ્બરે તેમના પિતાનું અને ૯ સપ્ટેમ્બરે તેમનાં માતાનું કોવિડ-19ને કારણે મોત નીપજ્યું હતું.
અતુલે જણાવ્યું હતું કે ૩૦ આગસ્ટે જ્યારે તેમની માતાનો એક્સ-રે કરાવવામાં આવ્યો ત્યારે મંગળસૂત્ર હોવાનું એક્સરે ફિલ્મમાં જોવા મળે છે. સેન્ટરનાં સીસીટીવી ફુટેજ તપાસવાની પ્રક્રિયા ચાલી રહી છે. સેન્ટરના વહીવટી તંત્રએ તમામ ફુટેજ તપાસવા ત્રણ દિવસનો સમય માગ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2020 09:27 AM IST | Mumbai | Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK