Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ૨૪ વર્ષથી ફરાર દાઉદના ખાસ સાગરીતને ગુજરાત એટીએસે ઝારખંડથી ઝડપી પાડ્યો

૨૪ વર્ષથી ફરાર દાઉદના ખાસ સાગરીતને ગુજરાત એટીએસે ઝારખંડથી ઝડપી પાડ્યો

28 December, 2020 01:57 PM IST | Ranchi
Agencies

૨૪ વર્ષથી ફરાર દાઉદના ખાસ સાગરીતને ગુજરાત એટીએસે ઝારખંડથી ઝડપી પાડ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસે અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના સાગરીત માઝિદ કુટ્ટીને ઝારખંડથી ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લાં ૨૪ વર્ષથી ફરાર હતો. તે દાઉદ ઇબ્રાહિમનો ઘણો જ અંગત માનવામાં આવે છે. ગુજરાત એટીએસે આ પહેલાં દાઉદ ઇબ્રાહિમનો જમણો હાથ માનવામાં આવતા બાબુ સોલંકીની પણ ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે ૨૩ ડિસેમ્બર ૧૯૯૬ના દિવસે મહેસાણાની દૂધસાગર ડેરી પાસે બૉમ્બે ગેસ્ટ હાઉસ પર દરોડા દરમિયાન ચાર કિલો આરડીએક્સ, ૧૧૫ પિસ્તોલ, ૭૫૦થી વધારે કાટ્રીજ અને ૧૦ ડેટોનેટર મળ્યાં હતાં. આ દરોડા દરમિયાન મળેલી પિસ્તોલ અને બુલેટ્સ પાકિસ્તાનમાં બનેલી હતી.
હથિયારોનો આ જથ્થો રાજસ્થાનના બાડમેર સીમાથી ભારત મોકલવામાં આવ્યો હતો, જેને મુંબઈ અને અમદાવાદ મોકલવાના હતા. આપને જણાવી દઈએ કે આ દરોડા બાદ માઝિદ કુટ્ટી મલેશિયા જતો રહ્યો હતો. છેલ્લાં ૨૪ વર્ષથી માઝિદ મલેશિયામાં જ હતો, પરંતુ ગુજરાત એટીએસને નકલી પાસપોર્ટના આધારે તેના પરત ફરવાની ખબર મળી હતી. આરોપી ૨૦૧૯માં ભારત પાછો ફર્યો હતો અને ઓળખ સંતાડીને રહેતો હતો. આ અંગેની ગુજરાત એટીએસને જાણકારી મળી હતી, જેથી તેને ઝારખંડથી પકડી પાડવામાં આવ્યો છે.
થોડા સમય પહેલાં ગુજરાત એટીએસે અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના જમણા હાથ ગણાતા બાબુ સોલંકીની પણ ધરપકડ કરી લીધી હતી. બાબુ સોલંકી મૂળ મહેસાણાના ઊંઝાનો છે અને હાલમાં મુંબઈમાં રહેતો હતો. બાબુ સોલંકી એટીએસ દ્વારા ૨૦૦૬માં દાખલ કરવામાં આવેલા એક ગૅન્ગવોરના કેસમાં વૉન્ટેડ હતો અને ત્યાર બાદ તે ૧૪ વર્ષથી નાસતો ફરતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2020 01:57 PM IST | Ranchi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK