જીએસટીનું વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ

Published: Nov 16, 2019, 09:23 IST | New Delhi

કરદાતાઓ માટે સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮ માટેનાં વાર્ષિક રિટર્ન ભરવાની તારીખ લંબાવીને ૩૧ ડિસેમ્બર અને નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯ માટેનાં વાર્ષિક રિટર્ન ભરવાની તારીખ લંબાવીને ૩૧ માર્ચ ૨૦૨૦ કરવાની તથા જીએસટીનું ફૉર્મ વધુ સરળ બનાવાયું હોવાની જાહેરાત કરી હતી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)નું વાર્ષિક રિટર્ન ભરનારા કરદાતાઓ માટે સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮ માટેનાં વાર્ષિક રિટર્ન ભરવાની તારીખ લંબાવીને ૩૧ ડિસેમ્બર અને નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯ માટેનાં વાર્ષિક રિટર્ન ભરવાની તારીખ લંબાવીને ૩૧ માર્ચ ૨૦૨૦ કરવાની તથા જીએસટીનું ફૉર્મ વધુ સરળ બનાવાયું હોવાની જાહેરાત કરી હતી. રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ ફાઇલ કરવાની તારીખ પણ એ પ્રમાણે લંબાવવામાં આવી છે.
જીએસટી માટેનાં બે ફૉર્મમાં ઘણી કૉલમને હવે હંગામી બનાવવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)ની સત્તાવાર જાહેરાત પ્રમાણે જીએસટીઆર-૯ (વાર્ષિક રિટર્ન) અને જીએસટીઆર-૯સી (રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ) ભરવાની છેલ્લી તારીખ અગાઉ અનુક્રમે ૩૦ નવેમ્બર ૨૦૧૯ અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ હતી. સીબીઆઇસીએ રેવન્યુ વિભાગને પણ બન્ને ફૉર્મ સરળ બનાવ્યાં હોવાની માહિતી આપી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બન્ને ફૉર્મ સરળ બનાવાયાં હોવાથી અને વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ હોવાને લીધે બધા જ કરદાતાઓ સમયસર પોતાનાં રિટર્ન ભરી શકશે એવી અમને આશા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK