દક્ષા દફ્તરીની હત્યારીને શોધવા પોલીસે લોકલ કેબલની લીધી મદદ

Published: 20th September, 2012 05:58 IST

ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગરના શ્રી કૃષ્ણા આશિષ બિલ્ડિંગના ચોથા માળે ૭ સપ્ટેમ્બરના ૬૯ વર્ષના બિઝનેસમૅન સતીશ દફ્તરીનાં પત્ની ૬૨ વર્ષનાં દક્ષા દફ્તરીની થયેલી હત્યા અને ૧૫ લાખનાં હીરાજડિત ઘરેણાંની ચોરીમાં સંડોવાયેલી અનીતા નામની ૪૦ વર્ષની માલિશવાળી બાઈને શોધવા માટે પંતનગર પોલીસે ઘાટકોપરના કેબલ ઑપરેટરની સહાય લીધી છે.
આમ છતાં પોલીસને હજી સુધી આ બાઈની કોઈ પણ માહિતી મેળવવામાં દસ દિવસ થયા સફળતા મળી નથી.

દક્ષા દફ્તરીની હત્યા પછી તેમની હત્યામાં સંડોવાયેલી તેમના ઘરે ૨૦ દિવસથી દક્ષાબહેનને માલિશ કરવા આવતી બાઈની કોઈ જ વિગત કે વર્ણન દફ્તરી ફૅમિલી પાસે ન હોવાથી પોલીસ માટે તેને પકડવાનું દિવસે-દિવસે મુશ્કેલીભર્યું બની ગયું હતું. આ માટે હત્યાના ચાર દિવસમાં જ પંતનગર પોલીસે ગારોડિયાનગરના રહેવાસીઓ સાથે લીધેલી એક મીટિંગમાં અનીતાના વર્ણન સાથે એક સ્કેચ જાહેર કયોર્ હતો, પરંતુ તેમને રહેવાસીઓ પાસેથી આ બાઈની કોઈ જ માહિતી ન મળતાં પંતનગર પોલીસે ઘાટકોપરના રાજેશ કેબલમાં આ બાઈનો સ્કેચ પ્રસિદ્ધ કરી જો કોઈ પાસે આ બાઈની માહિતી હોય તો આપવા અપીલ કરી હતી.

રહસ્યમય વ્યક્તિની આપો માહિતી

ઈસ્ટર્ન રીજનના ઍડિશનલ પોલીસ-કમિશનર ખાલીદ કૈસરે કહ્યું હતું કે ‘તમારા વિસ્તારમાં કોઈ અજાણી વ્યક્તિઓ રહસ્યમય રીતે ફરતી હોય કે અવરજવર કરતી હોય તો એની પણ પોલીસને જાણ કરવી જરૂરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK