સોસાયટીએ લીધેલાં પગલાંની માહિતી જાતે જઈને લેશે પોલીસ-અધિકારીઓ

Published: 20th September, 2012 05:58 IST

ઘાટકોપર-ઈસ્ટના ગારોડિયાનગરના શ્રીકૃષ્ણા આશિષ બિલ્ડિંગમાં રહેતા બિઝનેસમૅન સતીશ દફતરીનાં પત્ની ૬૨ વર્ષના દક્ષા દફતરીની ૭ સપ્ટેમ્બરે હત્યા થયા પછી મુંબઈના પોલીસ-કમિશનર સત્યપાલ સિંહે મુંબઈની સોસાયટીઓમાં સુરક્ષાનાં પગલાં લેવાય છે કે નહીં એની માહિતી મેળવવા અને એ સોસાયટીના સભ્યોને સુરક્ષાનું માર્ગદર્શન આપવા માટેનું એક અભિયાન શરૂ કર્યું છે.


જે મુજબ ઈશાન મુંબઈનાં ઉપનગરોમાં પોલીસ-અધિકારીઓ દરેક સોસાયટીમાં જઈને ત્યાંની સુરક્ષાની તપાસ કરશે.

આ માહિતી આપતાં ઘાટકોપર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર સી. એન. પૂરીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી એક ટીમ દરેક સોસાયટીમાં જઈને ત્યાંના વૉચમેનથી લઈને બીજા શું સિક્યૉરિટીનાં પગલાં જેવાં કે સીસીટીવી બેસાડેલા છે કે નહીં, સોસાયટીમાં ઇન્ટરકૉમની વ્યવસ્થા છે કે નહીં જેવી અનેક વસ્તુઓની તપાસ કરશે. જો સોસાયટીની સિક્યૉરિટી સિસ્ટમમાં પોલીસને ખામી નજર આવશે તો એ સોસાયટીને અમે આ બાબતનું સંપૂર્ણ માર્ગદર્શન આપીશું. એટલું જ નહીં, સોસાયટીના સિક્યૉરિટીનું રજિસ્ટ્રેશન જે કરવામાં લોકો આળસ કરી રહ્યા છે એના પર પણ ભાર મૂકીશું.’

સીસીટીવી=કલોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK