Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરાને પોતાના શરીર પરનો ડાઘ અડવો ન લાગે એ માટે પપ્પાએ કર્યું આ

દીકરાને પોતાના શરીર પરનો ડાઘ અડવો ન લાગે એ માટે પપ્પાએ કર્યું આ

15 December, 2020 09:21 AM IST | Alberta
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીકરાને પોતાના શરીર પરનો ડાઘ અડવો ન લાગે એ માટે પપ્પાએ કર્યું આ

દીકરાને પોતાના શરીર પરનો ડાઘ અડવો ન લાગે એ માટે પપ્પાએ કર્યું આ


સંતાનો માટે પેરન્ટ્સ કઈ હદ સુધી જઈ શકે છે એનો એક હૃદયસ્પર્શી દાખલો કૅનેડાના ઍબ્લર્ટા શહેરમાં જાણવા મળ્યો છે. પોતાના પપ્પાના ટૅટૂ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા ૮ વર્ષના પુત્રનો વિડિયો શૅર કરાયો છે, જેને લોકોએ ખૂબ બિરદાવ્યો છે. એક ટૅટૂ ચીતરાવીને પિતાએ સોશ્યલ મીડિયામાં લોકોની જબરી વાહવાહી મેળવી છે. વાત જાણે એમ છે કે કૅનેડાના ઍલ્બર્ટા શહેરના ડેરેક પ્રુ નામના ભાઈએ પોતાના દીકરાને અડવું ન લાગે એ માટે ટૅટૂ બનાવડાવેલું. દીકરાને જન્મથી જ પેટ અને છાતી પર મોટું બ્રાઉન રંગનું ચાઠું હતું. આ ચાઠું એટલું મોટું હતું કે એને કારણે દીકરો જાહેરમાં કે કોઈની સામે શર્ટ ઉતારતાં ખચકાતો હતો.

તેના પપ્પાએ દીકરાનો આ સંકોચ દૂર કરવા માટે પોતે પર ટૅટૂ ચીતરાવેલું. જોકે આ ટૅટૂ કરાવતા તેના પિતાને ૩૦ કલાક લાગ્યા હતા, પરંતુ પુત્રના શરમ-સંકોચને દૂર કરવા તેણે આ પ્રશંસનીય કાર્ય કર્યું હતું.



વાસ્તવમાં શરૂઆતમાં પોતાનો દીકરો આ બર્થમાર્ક વિશે ખૂબ ગર્વ અનુભવતો હતો, પણ એક દિવસ સ્વિમિંગ કરવા જતાં તેને પોતાનું ટીશર્ટ ઉતારવામાં સંકોચ થતાં પિતાએ તેના મનની વાત જાણી લઈને પોતે પણ શરીરના એ જ હિસ્સા પર ટૅટૂ ચીતરાવતાં તેની સભાનતા દૂર થઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2020 09:21 AM IST | Alberta | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK