Cyclone Nisarga: મહારાષ્ટ્રને માથે જોખમ, CMની વિનંતી બે દિ' ઘરમાં રહેજો

Updated: Jun 02, 2020, 21:31 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

નિસર્ગ વાવાઝોડાનો સામનો કરવા માટે NDRFની 34 ટીમો મહારષ્ટ્ર અને ગુજરાતમાં તૈનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર મુખ્યમંત્રીએ કરી અરજ

તસવીર: નિમેશ દવે
તસવીર: નિમેશ દવે

મહારાષ્ટ્રમાં મંગળવારે મધરાત પછી અથવા તો બુધવારે વાવાઝોડા નિર્સગનું આગમન થશે તેવું કહેવાય છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ત્રીજી જૂને મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર અને અન્ય કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. પાલઘરમાં ચોથી જૂને પણ રેડ એલર્ટ છે. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને મહારાષ્ટ્ર બંન્નેનાં મુખ્યમંત્રીઓ સાથે પણ વાત કરી છે અને સંજોગોનો ખ્યાલ મેળવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રનાં લોકોને વિનંતી કરી છે કે તેમણે બે દિવસ ઘરમાં રહેવું અને બહાર ન નિકળવું. 

આઈએમડીના મતે, નિસર્ગ વાવાઝોડું ત્રીજી જૂને ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિકાંઠાના વિસ્તારોમાં એટલે કે હરિહરેશ્વર અને રાયગઢની વચ્ચે મંગળવારે 100 થી 100 કિ.મીની ઝડપે 120 કિ.મી પવનની ઝડપ સાથે ફંટાવવવાની સંભાવના છે.

મુંબઈ એક તરફ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે વાવાઝોડાને લીધે વધુ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવા માટે સરકારે વિશેષ પગલાં લીધાં છે.

વાવઝોડાનું નામ નિસર્ગ કઈ રીતે પડ્યુ્ં?

આઈએએનએસના અહેવાલ મુજબ, નિસર્ગ એટલે કુદરત. ભારતની બાજુમાં આવેલા દેશ બાંગ્લાદેશે આ નામ આપ્યું છે. આ નામ બધા દેશોએ મળીને બનાવેલી સૂચિમાંથી આપવામાં આવ્યું હતું. હિંદ મહાસાગરમાં આવતા વાવાઝોડાઓનું નામ આપવાની શરૂઆત 2000થી કરવામાં આવી હતી અને 2004માં એક ફોર્મ્યુલા પર સહમતી પણ થઈ હતી. આવનાર વાવાઝોડાઓને ગતિ (ભારતે આપેલું નામ), નિવાર (ઈરાન), બુરેવી (માલદીવ્સ), તૌક્યાત (મ્યાનમાર) અને યાસ (ઓમાન) નામ આપવામાં આવશે.

ભારતીય હવામાન વિભાગે આપેલી ચેતવણી

ત્રીજી અને ચોથી જૂને ઉત્તર કોંકણ અને ઉત્તર-મધ્ય મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ સામાન્ય અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વાવઝોડાની અસર મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ગુજરાત અને આસપાસ રાજ્યોમાં થશે.

વાવાઝોડા માટે લેવાયેલા પગલાં

હવામાન વિભાગે માછીમારોને આગામી આદેશ સુધી દરિયાકાંઠે જવાની ના પાડી છે. તેમજ ભારતીય કોસ્ટગાર્ડ પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહ્યાં છે અને માછીમારોને હવામાન અંગે ચેતવણી આપી રહ્યાં છે.

સમુદ્રમાં પહેલેથી જ જે નૌકાઓ છે તેને કાંઠે પાછા લાવવાના પ્રયત્નો પણ ચાલુ છે.

પાલઘરના કલેક્ટર કૈલાસ શિંદેએ કહ્યું હતું કે, પાલઘરમાંથી 577 નૌકાઓ દરિયામાં ગઈ હતી અને સોમવારે રાત સુધી 477 પાછી આવી ગઈ હતી. હજી 13 નૌકાઓની શોધ ચાલુ છે.

નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ (NDRF)એ માહારાષ્ટ્ર અને ગુજરાતમાં 34 ટીમ તૈનાત કરી છે. જેમાંથી 16 ગુજરાતમાં અને 15 મહારાષ્ટ્રમાં છે. જ્યારે બે ટીમ દમણ અને દીવમાં અને દાદરા અને નગર હવેલીમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

સાયક્લોનમાં શું કરવું અને શું ન કરવું

  • નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ (NCRMP)એ કેટલીક તકેદારીઓ રાખવાનું જણાવ્યું છે.
  • ઓલ ઈન્ડિયા રેડિયોના સમાચાર સાંભળો
  • સાયક્લોન બાબતે આપવામાં આવતી ચેતવણીઓ પ્રત્યે સજાગ રહો
  • બીજાને પણ જાણ કરો
  • અફવાઓ પર ધ્યાન ન આપો અને ફેલાવો પણ નહીં
  • ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરો
  • આવનાર 24 કલાક માટે સજાગ રહો
  • ખોરાકનો સંગ્રહ કરો, પાણી ભરીને રાખો અને તેને ઢાંકવાનુ ન ભુલો
  • ટોર્ચ અને મશાલ બરાબર ચાલે છે કે નહીં તે પણ તપાસી લો
  • બાળકો અને વૃધ્ધોનું ખાસ ધ્યાન રાખો

મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં

વાવઝોડાના પ્રભાવથી બચવા માટે મહારાષ્ટ્ર સરકારે અનેક પગલાં લીધા છે. દરિયાકાંઠાના વિસ્તારમાં કાચા ઘરમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડામાં જખમી થનારા લોકો માટે હૉસ્પિટલોમાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

એટલું જ નહીં મંત્રાલયનોન કન્ટ્રોલ રૂમ પણ ચોવીસ કલાક ચાલુ છે. નેવી અને એરફોર્સ પણ ખડેપગે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK