Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Cyclone Nisarga: જરૂર પડે તો લોકોને ખસેડવા સેંકડો સ્કૂલો તૈયાર રખાઈ

Cyclone Nisarga: જરૂર પડે તો લોકોને ખસેડવા સેંકડો સ્કૂલો તૈયાર રખાઈ

03 June, 2020 07:48 AM IST | Mumbai
Prajakta Kasale | prajakta.kasale@mid-day.com

Cyclone Nisarga: જરૂર પડે તો લોકોને ખસેડવા સેંકડો સ્કૂલો તૈયાર રખાઈ

વાવાઝોડાનો સામનો કરવાની તૈયારીના ભાગરૂપે મરીન ડ્રાઇવમાં કાપવામાં આવેલાં વૃક્ષો. તસવીર : ઇલા દાસ

વાવાઝોડાનો સામનો કરવાની તૈયારીના ભાગરૂપે મરીન ડ્રાઇવમાં કાપવામાં આવેલાં વૃક્ષો. તસવીર : ઇલા દાસ


મુંબઈ કોવિડ-19 સામે લડી રહ્યું છે ત્યારે નાગરિકો અને સરકાર સામે વધુ એક મુસીબત આવી પડી છે. આજે ‘નિસર્ગ’ વાવાઝોડું, ભારે વરસાદ અને ભરતી – આ તમામ ઘટનાઓ લગભગ એકસાથે જ આકાર પામવાની છે અને એના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)એ જરૂર પડ્યે સ્થાનિકોને ખસેડવા માટે શહેરની સેંકડો શાળાઓને તૈયાર રાખી છે.

ભારે વરસાદ અને ભરતી એ ઘણા વિસ્તારો દરિયાઈ સપાટી કરતાં નીચાણમાં આવ્યા હોય એવા શહેર માટે હંમેશાં બેવડી મુશ્કેલી સર્જે છે. આજે બીએમસીએ ભારે પવનનો પણ સામનો કરવો પડશે. ભારતીય હવામાન ખાતા, મુંબઈની આગાહી અનુસાર શહેરમાં વહેલી સવારથી ભારેથી અતિભારે વરસાદ શરૂ થઈ જશે અને વાવાઝોડાનો જમીન પર ત્રાટકવાનો સમય સવારના આશરે ૧૧.૩૦ની આસપાસનો છે, જ્યારે ભરતીનો સમય સવારના ૧૦.૧૫ વાગ્યાનો છે, જ્યારે દરિયાની સપાટી ૪.૬ મીટર જેટલી વધશે. વાવાઝોડાને કારણે દરિયાની સપાટી વધુ એકથી બે મીટર જેટલી વધશે અને એ મુંબઈ, નવી મુંબઈ અને થાણે જિલ્લાનાં નીચાણવાળાં સ્થળોમાં પ્રવેશશે.



પ્રત્યેક ચોમાસામાં બીએમસી મીઠી નદીના કાંઠે વસતા હજ્જારો રહેવાસીઓને મ્યુનિસિપલ શાળાઓ જેવાં સલામત સ્થળોએ ખસેડે છે.


અમે મુંબઈ યુનિવર્સિટીનાં કાલિના કૅમ્પસનો કમ્યુનિટી હૉલ તથા કલ્ચરલ સેન્ટર તેમ જ મ્યુનિસિપલ શાળાઓ તૈયાર રાખી છે. અમે પરિસ્થિતિ અનુસાર લોકોને ખસેડી શકીએ છીએ એમ એચ ઈસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર અશોક ખૈરનારે જણાવ્યું હતું.

કુર્લા અને ચુનાભટ્ટીને આવરી લેતા ‘એલ’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર મનીષ વાલાન્જુએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે તેમણે પાણીનું સ્તર વધે તો લોકોને ખસેડવા માટે પાંચ શાળાઓ તૈયાર રાખી છે. ડિવૉટરિંગ પમ્પ ચકાસવા સાથે વૉર્ડના કર્મચારીઓએ કામગીરી હેઠળનાં બિલ્ડિંગોની ક્રેન તથા હોર્ડિંગ્ઝ તપાસ્યાં છે અને વૃક્ષો કાપનારા કૉન્ટ્રૅક્ટર્સને અલર્ટ રાખ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2020 07:48 AM IST | Mumbai | Prajakta Kasale

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK