ઓરિસ્સાના કિનારે ટકરાયું ફની, 245 કિમી ઝડપે ફૂંકાયો પવન

ઓડિશા | May 03, 2019, 10:27 IST

ભયંકર તોફાન ફની આખરે ઓરિસ્સાના કિનારે ટકરાઈ ચૂક્યુ છે. તોફાનને કારણે રાજ્યમાં 245 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પૂરીમાં પવનની સાથે સાથે વરસાદ પણ ખાબકી રહ્યો છે.

ઓરિસ્સાના કિનારે ટકરાયું ફની, 245 કિમી ઝડપે ફૂંકાયો પવન

ભયંકર તોફાન ફની આખરે ઓરિસ્સાના કિનારે ટકરાઈ ચૂક્યુ છે. તોફાનને કારણે રાજ્યમાં 245 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પૂરીમાં પવનની સાથે સાથે વરસાદ પણ ખાબકી રહ્યો છે. ભારે પવનને કારણએ પુરીમાં સંખ્યાબંધ ઝાડ ધરાશાયી થયા છે. સવારે 8 વાગ્યાથી પુરીમાં સતત વરસાદ પડી રહ્યો છે.

fani mid day

સતત વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ચૂક્યુ છે. પૂરીના દરિયાકિનારે ભૂસ્ખલનની પણ ઘટના સામે આવી છે. જો કે સાવચેતીના ભાગ રૂપે 3 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાન પર મોકલી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 43 વર્ષમાં એપ્રિલમાં ભારતના દરિયામાં ઉદ્ભવેલું આ સૌથી ભયંકર તોફાન છે.

તો આંધ્રપ્રદેશમાં NDRFના જવાનો રાહત અને બચાવ કાર્યમાં લાગી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ પોતાની જનસભા રદ કરી દીધી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK