Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સાઇકલ ગર્લ જ્યોતિ પર બનશે ફિલ્મ આત્મનિર્ભર, લૉકડાઉનમાં પિતાને લઈ ગઈ ઘરે

સાઇકલ ગર્લ જ્યોતિ પર બનશે ફિલ્મ આત્મનિર્ભર, લૉકડાઉનમાં પિતાને લઈ ગઈ ઘરે

30 June, 2020 07:50 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સાઇકલ ગર્લ જ્યોતિ પર બનશે ફિલ્મ આત્મનિર્ભર, લૉકડાઉનમાં પિતાને લઈ ગઈ ઘરે

જ્યોતિ કુમારી પિતા સાથે

જ્યોતિ કુમારી પિતા સાથે


લૉકડાઉન દરમિયાન પિતાને સાઇકલ પર બેસાડીને 1200 કિલોમીટરનો પ્રવાસ કરનાર સાઇકલ ગર્લ જ્યોતિ પર ફિલ્મ બનાવવામાં આવશે. જ્યોતિ પોતાના બીમાર પિતાને લઈને ગુરુગ્રામથી બિહારના દરભંગા સુધી પહોંચી હતી. નેશનલ મીડિયાએ તેના સાહસને વધાવી હતી.

જ્યોતિ પર ફિલ્મ બનાવી રહ્યા છે 4 મિત્ર
પીટીઆઇની રિપોર્ટ પ્રમાણે ફિલ્મમેકર શાઇન કૃષ્ણા બિહારની સાઇકલ ગર્લ જ્યોતિ કુમારી પર ફિલ્મ બનાવશે. ફિલ્મની શૂટિંગ ઑગસ્ટથી શરૂ થવાની છે. કૃષ્ણા પર્માણે તે પાોતાના ત્રણ મિત્રો મિરાજ, ફિરોઝ અને સજિથ નાંબિયાર સાથે પોતાના પ્રૉડક્શન હાઉસ વીમેકફિલ્મ્ઝના બેનર હેઠળ ફિલ્મમેકિંગનું કામ લગભગ 20 વર્ષોથી કરી રહ્યા છે. હવે બધાં આ પ્રૉજેક્ટ પર કામ કરવા માટે સાથે આવ્યા છે.



ઑગસ્ટથી શૂટિંગ, સ્ટોરીમાં ફિક્શન પણ...
ફિલ્મનું ડાયરેક્શન કરતાં કૃષ્ણા પ્રમાણે જ્યોતિના જીવન પર સ્ટોરી બનાવવાના સંબંધે બધાં રાઇટ્સ ખરીદી લેવાયા છે. ફિલ્મની સ્ટોરીમાં લૉકડાઉન દરમિઆન જ્યોતિની મુશ્કેલીઓ અને સાઇકલ પર પિતાને લઈને બિહાર પહોંચવાનો પ્રવાસ દર્શાવવામાં આવશે. ફિલ્મને રોચક બનાવવા માટે સ્ટોરીમાં અન્ય ફેરફાર સિવાય અન્ય ઘટનાઓ પણ સામેલ કરવામાં આવશે.


ગુરુગ્રામ અને દરભંગામાં ફિલ્માવવામાં આવશે. અભિનેતાઓની પસંદગી થઈ ગઈ છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મ હિન્દી, અંગ્રેજી અને મૈથિલી ભાષામાં બનાવવામાં આવશે. ભારતીય દર્શકો માટે ફિલ્મનું નામ આત્મનિર્ભર રાખવામાં આવ્યું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય દર્શકો માટે ફિલ્મનું નામ અ જર્ની ઑફ અ માઇગ્રન્ટ રાખવામાં આવ્યું છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય દર્શકો માટે 20 ભાષાઓમાં સબટાઇટલ્સ પણ ઉપલબ્ધ રહેશે.

પોતાનું પાત્ર જાતે ભજવશે જ્યોતિ કુમારી
ફિલ્મમાં જ્યોતિ કુમારી પોતે પોતાનો રોલ ભજવવાની છે. જ્યારે તેના પિતા રોલ કરનાર અભિનેતાની પસંદગી હજી ચાલું છે. પોતાના જીવન પર બનતી ફિલ્મને લઈને જ્યોતિ કુમારીએ પીટીઆઇને જણાવ્યું કે તે ખૂબ જ ખુશ છે અને તેને ખૂબ જ સારું લાગી રહ્યું છે. જ્યોતિએ કહ્યું કે તેના જીવનમાં ઘણું બધું બદલાઈ ગયું છે. ગામના લોકોએ સપોર્ટ કર્યો અને તેને ખૂબ જ સન્માન મળ્યું.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2020 07:50 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK