Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ચોથા પતીને સાયનાઇડ પીવડાવીને મારી નાખ્યા પછી જપાનની બ્લૅક વિડો ફરી પરણશે

ચોથા પતીને સાયનાઇડ પીવડાવીને મારી નાખ્યા પછી જપાનની બ્લૅક વિડો ફરી પરણશે

22 November, 2014 06:27 AM IST |

ચોથા પતીને સાયનાઇડ પીવડાવીને મારી નાખ્યા પછી જપાનની બ્લૅક વિડો ફરી પરણશે

ચોથા પતીને સાયનાઇડ પીવડાવીને મારી નાખ્યા પછી જપાનની બ્લૅક વિડો ફરી પરણશે



પૈસા માટે ભૂતકાળમાં પોતાના છ પાર્ટનરોના જીવ લઈ ચૂકેલી બ્લૅક વિડો તરીકે ઓળખાતી જપાનની એક સ્ત્રી જંગી અસ્કામત ધરાવતા વયસ્ક પુરુષને પરણવા માટે તત્પર છે. બ્લૅક વિડોએ તેના ચોથા પતિને સાયનાઇડ પીવડાવીને થોડા સમય પહેલાં જ પતાવી દીધો હતો. ચિસાકો કાકેહી નામની ૬૭ વર્ષની વયની આ સ્ત્રીની ૭૫ વર્ષની વયના તેના પતિની હત્યાના આરોપસર આ સપ્તાહમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ક્યોટો ખાતેના ચિસાકો કાકેહીના ઘરે દરોડો પાડ્યો ત્યારે ત્યાં પડેલા કચરામાંથી સાયનાઇડના અંશો મળી આવ્યા હતા.

પોતાના પતિઓ અને પ્રેમીઓનાં મૃત્યુ પછી ચિસાકો કાકેહીને ઇન્શ્યૉરન્સ તથા અન્ય પેઆઉટ્સ પેટે કુલ ૮૫ લાખ ડૉલર એટલે કે અંદાજે બાવન કરોડ રૂપિયા મળ્યા છે. ચિસાકો કાકેહી બૅન્ક-કર્મચારી હતી અને તેણે જુદાં-જુદાં નામે ૧૦થી વધુ બૅન્ક-અકાઉન્ટ્સમાં આ પૈસા રાખ્યા હતા. ચિસાકો કાકેહી મોટા ભાગના પૈસા જુગાર અને વાયદા બજારમાં હારી ગઈ હતી. ગયા વર્ષે નવેમ્બરમાં ચોથા પતિ સાથે લગ્ન કયાર઼્ ત્યાં સુધીમાં ચિસાકો કાકેહીના માથે અંદાજે પચાસેક લાખ રૂપિયાનું તો દેવું થઈ ગયું હતું.

ચિસાકો કાકેહીએ છેલ્લાં ૨૦ વર્ષમાં ૧૦ પુરુષો સાથે સંબંધ બાંધ્યો હતો અને એ પૈકીના છનું મોત થયું હતું. ચિસાકો કાકેહીએ મૅરેજ એજન્સી મારફતે એવા પુરુષોને પસંદ કર્યા હતા જેમની પાસે મોટા પ્રમાણમાં જમીન કે પ્રૉપર્ટી હોય, પણ નિ:સંતાન હોય. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના ચોથા પતિ ઇસાઓ કાકેહીનું મોત થયું કે તરત જ ચિસાકો કાકેહી નવા ધણીની શોધમાં નીકળી પડી હતી. પોતાની પસંદગીના પુરુષ માટે આપેલી જાહેરાતમાં ચિસાકો કાકેહીએ જણાવ્યું હતું કે ‘તે પુરુષ વયસ્ક અને એકલો રહેતો હોવો જોઈએ. તે બીમાર રહેતો હોય તો વધુ સારું.’ ચોથો પતિ મૃત્યુ પામ્યો ત્યારે પણ ચિસાકો કાકેહીને અનેક પુરુષો સાથે આડો સંબંધ હતો. તેણે પશ્ચિમ જપાનની અનેક મૅરેજ એજન્સીઓમાં અલગ-અલગ નામે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2014 06:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK