પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર માહિતી આપવાથી છટકી ન શકે

Published: 25th August, 2012 10:00 IST

  ગોવાની એનજીઓ પીપલ્સ મૂવમેન્ટ ફૉર સિવિક ઍક્શનની એક સંસ્થાએ ગોવા કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથોરિટી પાસેથી અમુક માહિતીઓ માગી હતી. માહિતીને સંબંધિત ફાઇલ ગુમ થઈ જવાને કારણે આ માહિતીઓ પૂરી પાડવામાં ન આવી અને એ ગ્રામપંચાયત કે નગર અને દેશના આયોજન વિભાગમાં પણ નહોતી એટલે આ એનજીઓએ બૉમ્બે હાઈ ર્કોટની ગોવા બેન્ચનો સંપર્ક સાધ્યો.

 

(ગ્રાહક હેલ્પલાઇન - જહાંગીર ગાય)

 

વિષય : આરટીઆઇ હેઠળ કોઈ પણ માહિતી બાબતની ફાઇલ માગવામાં આવે અને એ ન મળી શકે તો પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર (પીઆઇઓ)એ પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ.

 

બૅકડ્રૉપ : થોડા વખત પહેલાં મેં સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનના ચુકાદા બાબતે લખ્યું હતું કે માહિતી માગવામાં આવેલી ફાઇલો શોધી શકાતી ન હોય તો પીઆઇઓએ પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ અને આવી ફરિયાદ કરેલી એક નકલ આરટીઆઇ અરજદારને પણ આપવી જોઈએ. ગુમ થયેલી ફાઇલો બાબતમાં બૉમ્બે હાઈ ર્કોટ ગોવા બેન્ચે આ ચુકાદાની એકદમ નજીક હોય એવો સમાન આદેશ આપેલો છે.

 

કેસ-સ્ટડી : ગોવાની એનજીઓ પીપલ્સ મૂવમેન્ટ ફૉર સિવિક ઍક્શનની એક સંસ્થાએ ગોવા કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથોરિટી પાસેથી અમુક માહિતીઓ માગી હતી. માહિતીને સંબંધિત ફાઇલ ગુમ થઈ જવાને કારણે આ માહિતીઓ પૂરી પાડવામાં ન આવી અને એ ગ્રામપંચાયત કે નગર અને દેશના આયોજન વિભાગમાં પણ નહોતી એટલે આ એનજીઓએ બૉમ્બે હાઈ ર્કોટની ગોવા બેન્ચનો સંપર્ક સાધ્યો.

 

આ કાર્યવાહીમાં રાજ્ય સરકાર તેમ જ ગ્રામપંચાયત બન્નેને નોટિસ આપવામાં આવી. એની ઍફિડેવિટમાં ગ્રામપંચાયતે જણાવ્યું કે ફાઇલ યોગ્ય સત્તા (બીડીઓ)ને મોકલવામાં આવી હતી જ્યાંથી એ પાછી નહોતી આવી. જોકે રાજ્ય સરકારે એવું જણાવ્યું કે એ ફાઇલ અન્ય વિકાસ, બાંધકામ અને ૧૯૬૫થી મળેલી યોજના પેટાવિભાગ માટેના કાર્યક્રમોને લગતી ફાઇલો સાથે સ્પþાય રિસોર્સિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, હૈદરાબાદમાં સ્કૅનિંગ કરવા માટે મોકલવામાં આવી હતી. એપ્રિલ ૨૦૦૭થી જૂન ૨૦૦૭ની વચ્ચે એનું સ્કૅનિંગ થઈ ગયું હોવા છતાં અમુક ફાઇલો શોધી શકાઈ નહોતી.

 

હાઈ ર્કોટે અવલોક્યું કે આરટીઆઇ લાભકારી કાયદો છે. એનો હેતુ સરકારી પ્રક્રિયાઓને ખુલ્લેઆમ કરવાનો અને વહીવટને જવાબદાર બનાવવાનો છે એટલે નર્ણિયો, નિર્ણય લેવાની કાર્યવાહી તેમ જ એના પર નિર્ભર દસ્તાવેજો જ્યારે આરટીઆઇ કાયદા હેઠળ માગવામાં આવે છે ત્યારે નાગરિકો માટે ઉપલબ્ધ હોવા જોઈએ. ન્યાયાધીશે એવી ટિપ્પણી પણ કરી કે સરકારી રેકૉર્ડ્સમાંથી ફાઇલો ખોવાઈ જવી અને એમાંય જ્યારે બે જુદી-જુદી સત્તા પાસેથી એક જ બાબત વિશેની ફાઇલ ગુમ થઈ જવી એ ખરેખર ગંભીર બાબત છે.

 

રાજ્ય સરકારે સ્વબચાવમાં ઑફિસ મેમોરેન્ડમની કૉપી જાણ ખાતર મૂકી, જેમાં ફાઇલ મળતી નથી એ બાબતે પાનાજી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને એ ફાઇલ શોધવા માટેની તપાસ કરવાની વિનંતી ઉપરાંત પાનાજી ઑફિસના ખલાસીને પણ શો-કૉઝ (કારણ જણાવવાની) નોટિસ આપવાની અરજી કરવામાં આવી હતી. ર્કોટે અવલોક્યું કે જો ધારી લેવામાં આવે કે ખલાસી આમાં મળેલો છે તો આ ક્રિયા તેણે જાતે નહીં કરી હોય. આ પગલું કોઈ બીજાના કહેવાથી તેણે લીધું હશે. ર્કોટે એ પણ નોંધ્યું કે આ વિભાગે આ બાબતસર વ્યવસ્થિત તપાસ હાથ ધરવાની જરૂર છે અને પોલીસ સત્તાધારીઓએ પણ આ બાબતે યોગ્ય પગલાં લેવાં જોઈએ.

 

ર્કોટે પોતાની નાખુશી જાહેર કરતાં એ પણ જણાવ્યું કે ગ્રામપંચાયતે તો હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ નહોતી નોંધાવી. આની સામે પંચાયતે ફાઇલ ગુમ થઈ જવાની ફરિયાદ આગાકેમ પોલીસને કરશે એવું જણાવ્યું.

 

ર્કોટે આ બાબતને લગતી કાર્યવાહી માટે તપાસ કરવા તેમ જ પ્રીલિમનરી રર્પિોટ્સ ર્કોટને પંદર દિવસની અંદર આપી દેવા માટે જે-તે પોલીસ-ઇન્સ્પેક્ટરને આદેશ આપ્યો.

 

ઇમ્પૅક્ટ : જાહેર સત્તાધારીઓ અને પીઆઇઓ અમુક માહિતીઓ દબાવી દેવા ફાઇલ ગુમ થઈ ગઈ છે એવી ખોટેખોટી વાત ઉપજાવી માહિતી આપવાનું ટાળે છે. નાગરિકોનો આરટીઆઇ હેઠળ માહિતી મેળવવાનો હક આ રીતે દબાવવામાં આવે છે.

 

જો પબ્લિક ઇન્ફમેર્શન ઑફિસર કોઈ પણ નક્કર કારણ વગર આવી માહિતીઓ આપવાનો વિરોધ દર્શાવે તો અરજદાર અપીલમાં જઈ શકે છે. આવી માહિતીઓ ન આપવા બદલ પીઆઇઓને દંડ પણ કરવામાં આવે છે. એ ઉપરાંત માહિતી આપવામાં નાકામ રહેવા બદલ પીઆઇઓની સામે વળતર માટે પણ દાવો કરી શકાય છે, પણ આજ સુધી ફાઇલ અદૃશ્ય થઈ જવાને લીધે માહિતીઓ પૂરી નથી પાડી શકાતી એ બાબતે કોઈ પણ ઉપાય નથી સૂચવવામાં આવ્યો. બૉમ્બે હાઈ ર્કોટની ગોવા બેન્ચનો ચુકાદો અને સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનના આદેશ મુજબ આપણે એવી ઇચ્છા રાખી શકીએ કે પીઆઇઓની ફાઇલ ખોવાઈ ગઈ છે એવું બહાનું આગળ કરી માહિતીઓ ન આપવાની આ બાબતનો અંત આવી શકે. પીઆઇઓ ફક્ત ફાઇલ ખોવાઈ ગઈ છે એવો ટૂંકો ટચ જવાબ આપી માહિતી આપવામાંથી છૂટી નહીં શકે. પીઆઇઓએ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ અને એની એક કૉપી અરજદારને પણ આપવી જોઈએ. આ ફરજથી તે બંધાયેલો છે.

 

લેખક કન્ઝ્યુમર ઍક્ટિવિસ્ટ છે અને ભારત સરકાર તરફથી ગ્રાહક-સુરક્ષા માટેના નૅશનલ યુથ અવૉર્ડ વિનર છે. (કન્ઝ્યુમર કોર્ટની ડિસ્ટ્રિક્ટ ફોરમની ઑફિસ પરેલ (ઈસ્ટ), બાંદરા (ઈસ્ટ), થાણે અને નવી મુંબઈમાં; સ્ટેટ કમિશનની ઑફિસ સીએસટી (છત્રપતિ શિવાજી ટર્મિનસ)ની સામે અને નૅશનલ કમિશનની ઑફસ દિલ્હીમાં આવેલી છે. જો તમારે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ ફાઇલ કરવો હોય અને એ વિશે માર્ગદર્શન જોઈતું હોય તો જહાંગીર ગાયનો ૨૨૦૮ ૨૧૨૧ અથવા કન્ઝ્યુમર વેલ્ફેર અસોસિએશનના મિસ્ટર મૅસ્કરેન્હૅસનો ૨૪૪૫ ૪૯૩૬ નંબર પર સંપર્ક કરી શકો છો)

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK