Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વેલકમ ટુ માર્સ : ક્યૂરિયોસિટી રોવર પહોંચ્યુ મંગળ પર, જુઓ વિડીયો

વેલકમ ટુ માર્સ : ક્યૂરિયોસિટી રોવર પહોંચ્યુ મંગળ પર, જુઓ વિડીયો

06 August, 2012 08:54 AM IST |

વેલકમ ટુ માર્સ : ક્યૂરિયોસિટી રોવર પહોંચ્યુ મંગળ પર, જુઓ વિડીયો

વેલકમ ટુ માર્સ : ક્યૂરિયોસિટી રોવર પહોંચ્યુ મંગળ પર, જુઓ વિડીયો


 

મંગળ પરના ક્યૂરિયોસિટીનો લાઈવ વિડીયો જુઓ અહીં





 NASA spacecraft Curiousity (artist impression)

જગદીશચંદ્ર ભટ્ટ


અમેરિકાની અંતરિક્ષ સંશોધન માટેની સંસ્થા નૅશનલ ઍરોનોટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (નાસા)ની માર્સ સાયન્સ લૅબોરેટરી (એમએસએલ) ક્યુરિયોસિટીએ (ક્યુરિયોસિટી મૂળભૂત રીતે એક રોવર એટલે કે ઠેલણગાડી છે) સૂર્યમંડળના લાલ રંગી ગ્રહ મંગળના એઇયોલિસ મોન્સ નામના પર્વત નજીકના ગેલ ક્રેટર (ગેલ નામનો ઉલ્કાકુંડ)ના વિશાળ વિસ્તારમાં ભારતીય સમય મુજબ બપોરના બરાબર ૧૧.૧ કલાકે સફળતાપૂર્વક ઉતરાણ કર્યું. જોકે ક્યુરિયોસિટીના આ સફળ લૅન્ડિંગ અગાઉની સાત મિનિટ નાસાની જેટ પ્રોપલ્ઝન લૅબોરેટરીના સાયન્ટિસ્ટો માટે ભારે ટેન્શનમાં પસાર થઈ હતી. લૅન્ડિંગ અગાઉની એ સાત મિનિટને નાસાએ સેવન મિનિટ્સ ઑફ ટેરર એવું ખાસ નામ આપ્યું હતું. એ સેવન મિનિટ્સ ઑફ ટેરરમાં ખરેખર એવું શું-શું બન્યું હતું એની થોડીક ટેક્નિકલ, પરંતુ રસપ્રદ વિગતો જાણવા જેવી છે. જોકે એ સાત મિનિટનો કટોકટીનો સમયગાળો જેવો પૂરો થયો અને ક્યુરિયોસિટીએ માર્સની લાલ માટીની ધરતી પર સફળ લૅન્ડિંગ કર્યું કે તરત જ જેટ પ્રોપલ્ઝન લૅબોરેટરીના વિજ્ઞાનીઓ જબરા આનંદઘેલા અને ભાવવિભોર થઈને એકબીજાને ભેટી પડ્યા હતા.

સ્કાય ક્રેન નામની અત્યાધુનિક અને ચૅલેન્જિંગ ટેક્નૉલૉજીથી થયું સફળ લૅન્ડિંગ: મંગળના વાતાવરણમાં પ્રવેશથી લઈને એની ધરતી પર સલામત ઉતરાણની સમગ્ર પ્રક્રિયાને ખગોળશાસ્ત્રની ભાષામાં એન્ટ્રી, ડિસેન્ડિંગ ઍન્ડ લૅન્ડિંગ કહેવાય છે. આ અતિ મહkવાકાંક્ષી પ્રોજેક્ટના ડેપ્યુટી ડિરેક્ટર અશ્વિન વસાવડાએ અને રોવરની બહુ જ ચૅલેન્જિંગ અને પહેલી જ વખત ઉપયોગમાં લેવાયેલી સ્કાય ક્રેન લૅન્ડિંગની અત્યાધુનિક ટેક્નૉલૉજી સાથે સંકળાયેલા ભારતીય એન્જિનિયર રવિ પ્રકાશે તેમની ચિંતાને વાજબી ગણતાં એમ કહ્યું હતું કે ‘હકીકત એ છે કે ફક્ત સાત મિનિટની આ સમગ્ર પ્રક્રિયા બહુ જ ઝડપી અને છતાં ભારે અટપટી હોય છે, કારણ કે બધા નિર્ણયો ખુદ રોવરે જ લેવાના હોય છે કે ક્યારે શું-શું અને કેવી રીતે કરવું. વળી, આ પ્રક્રિયામાં એકસાથે અસંખ્ય પ્રકારની ટેક્નિકલ ગતિવિધિ સંકળાયેલી હોય છે. વળી, અમે આ વખતે અગાઉના માર્સ રોવર્સ સ્પિરિટ અને ઑપોચ્યુર્નિટીની સરખામણીએ લૅન્ડિંગ ટેક્નૉલૉજીમાં સ્કાય ક્રેન નામની અત્યાધુનિક ટેક્નૉલૉજીનો પ્રયોગ કર્યો છે, જે અત્યાર સુધીમાં કોઈ પણ દેશે નથી કર્યો. આ સ્કાય ક્રેન લૅન્ડિંગ એટલે કોઈ માણસની આંગળીઓ સાથે દોરી બાંધી હોય અને એ દોરી સાથે હવામાં લટકે એ રીતે નાનકડું રમકડું બાંધ્યું હોય એવી આ ટેક્નૉલૉજી છે. એટલે અમારા માટે આ લૅન્ડિંગની પ્રક્રિયા પણ સરળતાથી અને સલામત રીતે પાર પડે એ સૌથી મોટી ચૅલેન્જ હતી.’

માર્સ રોવર ક્યુરિયોસિટીના મુખ્ય હેતુઓ કયા છે? માનવીની મંગળયાત્રાની તૈયારી : નાસાનાં સૂત્રોના કહેવા મુજબ ક્યુરિયોસિટીના મુખ્ય ચાર હેતુઓ છે : (૧) મંગળ પર ભૂતકાળમાં ક્યારેય જીવસૃષ્ટિ હતી કે નહીં. એટલે કે આ લાલ રંગી ગ્રહ પર કરોડો વર્ષ અગાઉ વહેતું પાણી હતું કે નહીં અને આજે વહેતા પાણીનું અસ્તિત્વ છે કે કેમ એનું સંશોધન કરવું (૨) આ રેડ પ્લૅનેટના વાતાવરણ વિશે સંશોધનાત્મક અભ્યાસ કરવો (૩) મંગળની ધરતી સહિત એની માટી, માટીમાંનાં કેમિકલ્સ અને એના ભૂગર્ભ વિશે સંશોધનાત્મક અભ્યાસ કરીને એની ઇમેજીસ મેળવવી (૪) સૌથી મહત્વનો હેતુ છે ભવિષ્યમાં એટલે કે ૨૦૨૩માં મંગળ પર સમાનવ અવકાશયાન મોકલવા માર્સનું વાતાવરણ કેટલા અંશે સાનુકૂળ અને સલામત છે એની પાકી ખાતરી કરવી.

એમએસએલની અંતરિક્ષયાત્રા : માર્સ સાયન્સ લૅબોરેટરી ૨૦૧૧ની ૨૬ નવેમ્બરે અમેરિકાના કેપ કેનાવેરલ ઍર-ફોર્સ સ્ટેશન પરથી ૫૮ મીટરની તોતિંગ ઊંચાઈ ધરાવતા ીર્દ્દશ્ર્રીs-રુ- નામના રૉકેટ દ્વારા મંગળ ભણી રવાના થઈ હતી. પૃથ્વીથી મંગળનું અંતર ૫.૭૦ કરોડ કિલોમીટર જેટલું છે. આ રોવરને છેક રેડ પ્લૅનેટની ધરતી સુધી પહોંચતાં બરાબર ૨૫૩ દિવસ એટલે કે આઠ મહિના અને તેર દિવસ થયા.


વિડીયો જુઓ નીચે

 

curiosity-on-mars2

જુઓ વધુ તસવીરો

 

આ વિશિષ્ટ પ્રયોગ વિશે એક્સપર્ટ સાયન્ટિસ્ટો શું કહે છે?

ભારતની અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ની સહયોગી સંસ્થા ફિઝિકલ રિસર્ચ લરબોરેટરી (પીઆરએલ - અમદાવાદ)ના સિનિયર પ્રોફેસર અને લગભગ નવેમ્બરમાં યોજાનારા ઇન્ડિયન માર્સ મિશન સાથે સંકળાયેલા એચ. એ. હૈદરે અમદાવાદથી ટેલિફોન ઇન્ટૅવ્યુમાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે નાસાના ક્યુરિયોસિટી રોવરના હેતુઓ વિશિષ્ટ છે અને એમાં ગોઠવવામાં આવેલાં પે લોડ્ઝ એટલાં અત્યાધુનિક છે કે માનવજાતને આ લાલ રંગી ગ્રહ વિશે ઘણી-ઘણી નવી વાતો જાણવા મળશે. ખાસ કરીને આ લાલ રંગી ગ્રહ પર ભૂતકાળમાં કોઈ પ્રકારની જીવસૃષ્ટિ હતી કે નહીં અને હવે એની ધરતી પર નવેસરથી જીવન પાંગરવાની શક્યતા છે કે કેમ એ સંશોધન મહત્વનું બની રહેશે. આ રોવર મંગળના વાતાવરણના ભારે અસલામત અને જોખમી ગણાતા થમોર્સ્ફિયરના પટ્ટાને ભેદીને એની ધરતી પર સલામત રીતે ઊતરી શક્યું છે એ પ્રસંગ સમગ્ર વિજ્ઞાનજગત સહિત માનવજાત માટે પણ ગૌરવરૂપ છે. મહત્વની બાબત એ છે કે મંગળ અને આપણી પૃથ્વીની કુદરતી રચનામાં બહુ સામ્યતા હોવાથી આ સંશોધનથી આપણા સૌરમંડળ સહિત આપણી પૃથ્વીના જન્મ અને એની રચનાથી લઈને જીવસૃષ્ટિ વગેરે બાબતો વિશે નવી વાતો જાણવા મળશે.’

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટીઆઇએફઆર)ના સિનિયર ખગોળશાસ્ત્રી ડો. રવિ માનચંદાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ક્યુરિયોસિટીની સફળતા સાથે ઘણાં મહત્વનાં સંશોધનો પણ જોડાયેલાં છે. એટલે કે ભવિષ્યમાં આ રેડ પ્લૅનેટ પર પૃથ્વીનો માનવી જઈને રહી શકે છે કે કેમ એની સચોટ ખાતરી કરવાની આ પૂર્વતૈયારી છે.’


 

 

ક્યુરિયોસિટીની સેવન મિનિટ્સ ઑફ ટેરર

ઇસરોની સહયોગી સંસ્થા ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (અમદાવાદ)ના સિનિયર પ્રોફેસર એચ. એ. હૈદરે એક્સક્લુઝિવ ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં ‘મિડ-ડે’ને સમજાવ્યું હતું કે કુલ ૯૦૦ કિલોનું અધધધ વજન ધરાવતી અને ૧૧ સાયન્ટિફિક ઇન્સ્ટમેન્ટસ (ઉપકરણો) સાથેની ક્યુરિયોસિટી આજે મંગળના વાતાવરણમાં એક કલાકના ૨૧,૦૦૦ કિલોમીટરની પ્રચંડ ગતિએ - બુલેટની ગતિ કરતાં પાંચ ગણી વધુ સ્પીડે - પ્રવેશી હતી. મંગળની સપાટીથી વાતાવરણનો ૧૦૦ કિલોમીટરથી ઉપરનો પટ્ટો થમોર્સ્ફિયર કહેવાય છે. થમોર્સ્ફિયરના આ પટ્ટાનું તાપમાન ૧૦૦૦થી ૧૩૦૦ ડિગ્રી જેટલું અતિ ઊકળતું અને ધગધગતું હોવાથી એમાંથી ઉલ્કા કે નાનકડો લઘુ ગ્રહ કદાચ પણ પસાર થાય તો એ બળીને ભસ્મ થઈ જાય. એનું અસ્તિત્વ જ ન રહે. હવે આવી ભડભડ બળબળતી ભઠ્ઠી જેવા વાતાવરણમાંથી ૨૧,૦૦૦ કિલોમીટરની જબરી સ્પીડે કોઈ પણ સ્પેસક્રાફટ પસાર થાય તો એ પણ સળગી ઊઠે. આ રેડ પ્લૅનેટનું વાતાવરણ ઘણા અંશે આપણી પૃથ્વીના વાતાવરણ જેવું છે. નાસાના સાયન્ટિસ્ટોને ક્યુરિયોસિટી માટે આવી જ ચિંતા હતી, કારણ કે એક વખત એ માર્સના વાતાવરણમાંથી સફળતાપૂર્વક પસાર થઈ જાય અને એની ધરતી પર સફળતાપૂર્વક ઊતરી જાય તો વરસોની રાતદિવસની મહેનત લેખે લાગે. પૃથ્વીના જોડિયા ભાઈ મંગળની જન્મકુંડળીનો ફળાદેશ નવેસરથી લખવાનો મહાપ્રયાસ સફળ થાય. જોકે નાસાએ ક્યુરિયોસિટીનું માળખું આટલા ઊકળતા ટેમ્પરેચરમાં પણ સલામત રહે એવું અત્યાધુનિક અને મજબૂત ધાતુમાંથી બનાવ્યું છે.’

 

 

Whatsapp-channel Whatsapp-channel

06 August, 2012 08:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK