નર્મદા નદીમાં સફર માટે ક્રૂઝ તૈયારઃ વડા પ્રધાન મોદી લોકાર્પણ કરશે

Published: Mar 12, 2020, 14:36 IST | Gujarat

૨૧ અને ૨૨ માર્ચે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ દરમિયાન મોદી કેવડિયા આવશે અને ક્રૂઝનું લોકાર્પણ કરશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસીઓ હવે નર્મદા નદીમાં ક્રૂઝની સફર કરી શકશે જેના માટે ક્રૂઝ તૈયાર થઈ ગઈ છે. ક્રૂઝને નર્મદા નદીમાં ઉતારીને એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ૨૧ અને ૨૨ માર્ચની ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદી કેવડિયા ખાતે નર્મદા નદીમાં ક્રૂઝનું લોકાર્પણ કરશે.

કેવડિયા ખાતે જનારા પ્રવાસીઓ હવે ક્રૂઝમાં જળ માર્ગે સ્ટૅચ્યુ ઑફ યુનિટીને જોવાનો રોમાંચ મેળવી શકશે, જેના માટે બસો પ્રવાસીઓ બેસી શકે એવી ક્ષમતાવાળી ક્રૂઝ તૈયાર કરવામાં આવી છે. આ ક્રૂઝમાં પ્રવાસીઓ ગોવાની જેમ ડીજે-ડાન્સની મજા માણી શકશે. ક્રૂઝની સવારીનું ભાડું વ્યક્તિદીઠ ૩૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. ગરુડેશ્વરથી ૬ કિલોમીટરના અંતરમાં આ ક્રૂઝ ચાલશે. શ્રેષ્ઠ ભારત ભવન પાસે ક્રૂઝ પૉઇન્ટ બનશે. ત્યાંથી સીધા ૬ કિલોમીટરના રૂટમાં એક કલાક ક્રૂઝની મજા પ્રવાસીઓ માણી શકશે.

આગામી ૨૧ અને ૨૨ માર્ચે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ દરમિયાન મોદી કેવડિયા આવશે અને ક્રૂઝનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ પ્રવાસીઓ ક્રૂઝનો આનંદ માણી શકશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK