દિલ્હીમાં જામિયા મિલિયા યૂનિર્વસિટીમાં બૅરિકેડ્સ ન હોવાથી શૂટર્સ ભાગી છૂટ્યા

Published: Feb 04, 2020, 09:56 IST | Gaurav Sarkar | New Delhi

જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના ગેટ નંબર-૭માં થયેલા ગોળીબારની ઘટનાનું વર્ણન કરતાં વિદ્યાર્થીઓએ પોલીસ બૅરિકેડ્સની ગેરહાજરીને કારણે કેવી રીતે શૂટરોને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં મદદ મળી હતી એ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓ

રવિવારે રાતે સીએએ વિરોધી દેખાવો દરમ્યાન જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના ગેટ નંબર-૭માં થયેલા ગોળીબારની ઘટનાનું વર્ણન કરતાં વિદ્યાર્થીઓએ પોલીસ બૅરિકેડ્સની ગેરહાજરીને કારણે કેવી રીતે શૂટરોને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં મદદ મળી હતી એ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

દિલ્હી વિધાનસભાના ચૂંટણીપ્રચારની તંગ સ્થિતિ દરમ્યાન બીજેપીના કેટલાક નેતાઓએ ઉશ્કેરણીજનક વિધાન કર્યાં હતાં, ત્યાર બાદ છેલ્લા ચાર દિવસમાં ગોળીબારની ત્રણ ઘટના બની હતી.

આ ચાર પૈકીની છેલ્લી ઘટના જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના ગેટ નંબર-સાતની બહાર મધરાત પહેલાં બની હતી. સંજોગવશાત્, બીજેપીના નેતાઓએ ગયા સપ્તાહ દરમ્યાન દિલ્હીમાં ઘણાં ઉશ્કેરણીજનક વિધાનો કર્યાં હતાં.

આ પણ વાંચો : આ ગામમાં ભણતર કરતાં ફુટબૉલની છે બોલબાલા

‘મિડ-ડે’ સાથે ફોન પર વાત કરતાં જામિયા મિલિયા ઇસ્લામિયાના એમએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ભૂગોળના વિદ્યાર્થી બિલાલ ઇબ્નુ શાહુલે જણાવ્યું હતું કે ‘રાતે સાડાઅગિયાર વાગ્યે અમે ૧૦૦ લોકો યુનિવર્સિટીના ગેટ નંબર-૭ નજીક જામિયા સ્ક્વેર ખાતે હાજર હતા. બાટલા હાઉસ જેવા નજીકના વિસ્તારોની મહિલાઓ પણ ત્યાં અમારી સાથે જોડાઈ હતી. બધું સામાન્ય જણાતું હતું. અચાનક જ અમને મોટો ધડાકો સંભળાયો અને હવામાં ચમકારો થયો. એ ચમકારો ગેટ નંબર-પાંચ અને સાતની વચ્ચેના રોડ પરથી થયો હતો. લાલ રંગના સ્કૂટર પરની વ્યક્તિએ હવામાં ગોળીબાર કર્યો અને તરત જ તે નાસી છૂટ્યો હતો. અમે તેમની પાછળ દોડ્યા, પરંતુ તેમને પકડી ન શક્યા. તેમના ગોળીબાર અમારી તરફ નહોતા, હવામાં હતા.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK