મુંબઈ: જેજે હૉસ્પિટલમાં વૉર્ડબૉય દ્વારા ટ્રેઇની મહિલા ડૉક્ટરની છેડતી

Published: Jun 30, 2020, 12:45 IST | Mumbai correspondent | Mumbai

આરોપીનો ટ્રૅક રેકૉર્ડ પહેલેથી જ ખરાબ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત અને મોટી જેજે હૉસ્પિટલમાં શીખાઉ મહિલા ડૉક્ટરની છેડતીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ આરોપ હૉસ્પિટલમાં કામ કરતા વૉર્ડબૉય સામે છે. હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ કેસ શનિવારની રાતનો છે. લેડી ડૉક્ટર દરદીને જોવા હૉસ્પિટલના વૉર્ડમાં જઈ રહી હતી એ જ સમયે ફરજ પરના વૉર્ડબૉયે તેની છેડતી કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો શનિવારની રાતનો છે જ્યારે મહિલા ડૉક્ટર દરદીને જોવા હૉસ્પિટલના વૉર્ડમાં જઈ રહી હતી. એ જ સમયે ફરજ પરના વૉર્ડબૉયે તેની છેડતી કરી હતી. મહિલા ડૉક્ટરે બૂમાબૂમ કરી એટલે આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.

મહિલા ડૉક્ટરની ફરિયાદના આધારે પોલીસે આરોપી ગજેન્દ્ર ગોસાવીની ધરપકડ કરી છે અને આરોપી વૉર્ડબૉય વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૫૪, ૩૫૪ (ડી) અને ૫૦૬ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીનો ટ્રૅક રેકૉર્ડ પહેલેથી જ ખરાબ છે અને તે પહેલાં લોકો સાથે દુર્વ્યવહાર અને હુમલો કરવા જેવાં કૃત્યો કરતો હતો, જેની ફરિયાદ હૉસ્પિટલ વહીવટી તંત્ર અને પોલીસ સમક્ષ આવી છે. હાલમાં પોલીસ આ આરોપી વિરુદ્ધ અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે કે કેમ એની પણ તપાસ કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK