મહારાષ્ટ્ર ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડના જુહુ યુનિટે રવિવારે અંધેરી લિન્ક રોડ પર સિટી મૉલ સામેથી ૩ જણને બે દેશી ગન, ૮ બુલેટ અને ૧૪ મોબાઇલ સાથે ઝડપી લીધા હતા. એ ત્રણે જણ ગુજરાતના રાજકોટ નજીકના ધોરાજીના હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું.
એટીએસના જુહુ યુનિટના સિનિયર પીઆઇ દયા નાયકને આ સંદર્ભે માહિતી મળતાં તેમણે વૉચ ગોઠવીને રવિવારે બપોરે કારમાં આવેલા ૩૪ વર્ષના જુનેજા મોહમ્મદ યુનુસ, ૨૬ વર્ષના સૈયદ સોહેલ અહેમદ અને ઇલિયાસ સુલેમાન મજોઠીની ધરપકડ કરી તેમની પૂછપરછ કરી તેમની ધરપકડ કરી હતી. તેમની પાસેથી બે ગન, આઠ બુલેટ, ૧૪ મોબાઇલ અને ૩ લાખ રૂપિયા કૅશ મળી આવ્યાં હતાં. દયા નાયકે કહ્યું હતું કે આ ત્રણેત્રણ આરોપીઓ હવાલા રૅકેટ સાથે સંકળાયેલા છે. તેઓ પાકિસ્તાન અને અન્ય દેશો સાથે પણ સંકળાયેલા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
નીરવ મોદીના ભાઈ પર અમેરિકામાં છેતરપિંડીનો કેસ, લાગ્યો છે આ આરોપ
20th December, 2020 16:02 ISTમુંબઈ : નવરાત્રિમાં ઘરેણાં આંચકવા દિલ્હીથી આવેલો ચોર પકડાયો
26th October, 2020 12:00 ISTહાથરસમાં પીડિતાના ગામ પહોંચી સીબીઆઇની ટીમ
14th October, 2020 11:39 ISTદિલ્હી: 33 વર્ષના યુવકે 80 વર્ષની વૃદ્ધાનો બળાત્કાર કર્યો
9th September, 2020 17:46 IST