ભાઈંદરમાંથી પકડાયેલા બે પેડલર મોટા રૅકેટનો ભાગ?

Published: 5th October, 2020 10:03 IST | Mumbai Correspondent | Mumbai

ભાઈંદરમાં નશીલા પદાર્થનું વેચાણ કરવાના આરોપસર પોલીસે બે યુવકની ધરપકડ કરીને તેમની પાસેથી ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતનું હેરોઇન અને એમડી ડ્રગ્સ શનિવારે જપ્ત કર્યું હતું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભાઈંદરમાં નશીલા પદાર્થનું વેચાણ કરવાના આરોપસર પોલીસે બે યુવકની ધરપકડ કરીને તેમની પાસેથી ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતનું હેરોઇન અને એમડી ડ્રગ્સ શનિવારે જપ્ત કર્યું હતું. નવઘર પોલીસ અને ઍન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી હતી.

ભાઈંદર-ઈસ્ટમાં આવેલા નવઘર પોલીસને માહિતી મળી હતી કે ફાટક રોડ વિસ્તારમાં આવેલા સાંઈ ધામ બિલ્ડિંગ પાસે નશીલા પદાર્થ હેરોઇન અને એમડી ડ્રગ્સ વેચવા માટે બે યુવક આવવાના છે. પોલીસે અહીં છટકું ગોઠવીને સુનીલ પવાર અને ગણેશ ભુજ્જડ ઉર્ફે ગનિયાની ધરપકડ કરીને તેમની પાસેથી ૪ ગ્રામ હેરોઇન અને ૨ ગ્રામ એમડી જપ્ત કર્યું હતું.

પોલીસે આરોપીઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ ઍક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બન્નેને પાંચ ઑક્ટોબર સુધીની પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આરોપીઓ પાસેથી ઓછી માત્રામાં ડ્રગ્સ મળ્યું છે, પરંતુ પોલીસને શંકા છે કે તેઓ નશીલા પદાર્થના મોટા રૅકેટ સાથે સંકળાયેલા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK