નીરવ મોદીના ભાઈ પર અમેરિકામાં છેતરપિંડીનો કેસ, લાગ્યો છે આ આરોપ

Published: 20th December, 2020 16:02 IST | Gujarati Mid-day Online Correspondent | America

પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank) કૌભાંડમાં આરોપી ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદી (Nirav Modi)ના ભાઈ નેહલ મોદી (Nehal Modi) છેતરપિંડીના આરોપમાં ફસાઈ ગયા છે.

નીરવ મોદી
નીરવ મોદી

પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank) કૌભાંડમાં આરોપી ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદી (Nirav Modi)ના ભાઈ નેહલ મોદી (Nehal Modi) છેતરપિંડીના આરોપમાં ફસાઈ ગયા છે. એમના ઉપર અમેરિકા સ્થિત એક હીરા કંપની સાથે છેતરપિંડી કરીને 2.6 લાખ ડૉલર ( 19 લાખ કરોડ રૂપિયાથી અધિક)થી વધારે કિંમતના હીરા લેવાનો આરોપ છે. 41 વર્ષીય નેહલ પર ન્ય-યૉર્કની સુપ્રીમ કોર્ટમાં ફર્સ્ટ ડિગ્રીમાં મોટી ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. હીરા કંપની તરફથી હાજર મેનહટ્ટન ડિસ્ટ્રિક્ટના એટર્ની વેન્શ જૂનિયરે કહ્યું કે હીરા કાયમ માટે છે, પરંતુ છેતરપિંડીની આ યોજના કાયમ રહેશે નહીં. નેહલ મોદીએ ન્યૂ-યૉર્કની સુપ્રીમ કોર્ટમાં કેસનો સામનો કરવો પડશે.

ડિસ્ટ્રિક્ટ એટર્નીએ કહ્યું, નેહલ મોદીએ વર્ષ 2015માં એલએલડી ડાયમંડ્સ, યૂઅસએથી સંપર્ક કર્યો હતો અને બીજી કંપની સામે પ્રેઝેન્ટેશન રજૂ કરવા માટે 2.6 લાખ ડૉલરના હીરા લીધા હતા. કાર્યવાહીમાં જણાવ્યું હતું કે માર્ચ 2015માં મોદીએ પહેલી વાર કંપની પાસેથી પોતાને આશરે આઠ લાખ ડૉલરના હીરા આપવા કહ્યું અને દાવો કર્યો હતો કે તેઓ કોસ્ટકો હોલસેલ કોર્પોરેશન નામની કંપનીને વેચવાનું બતાવશે.

કોસ્ટકો એક ચેઈન છે, જે પોતાના સભ્યો તરીકે જોડાતા ગ્રાહકોને ઓછા ભાવે હીરા વેંચે છે. થોડા દિવસો પછી, મોદીએ દાવો કર્યો હતો કે કોસ્ટકો હીરા ખરીદવા માટે સહમત છે. આના આધારે એલએલડીએ તેને 90 દિવસના ક્રેડિટ પર હીરા ખરીદવાની મંજૂરી આપી. ત્યારબાદ કોસ્ટકોએ તે હીરા બીજી કંપનીને મધ્યમ ગાળાની લોન પર આપી દીધા. આ સમય દરમિયાન એલએલડીને થોડી ચુકવણી કરવામાં આવી હતી, પરંતુ તે હીરાની માત્રા કરતા ઘણી ઓછી હતી. પાછળથી એલએલડીને સંપૂર્ણ છેતરપિંડીની જાણ થઈ ત્યાં સુધીમાં મોદીએ તમામ હીરાને વેંચીને એના પૈસા ખર્ચ કરી લીધા હતા. ત્યાર બાદ એલએલડીએ મેનહટ્ટનની ઑફિસમાં ફરિયાદ નોંધાવી હતી.

જણાવી દઈએ કે ઇન્ટરપોલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ નેહલ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપમાં રેડ કોર્નર નોટિસ પાઠવી છે. ઈન્ટરપોલ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ મુજબ નેહલનો જન્મ વર્ષ 1979માં બેલ્જિયમના એન્ટવર્પમાં થયો હતો અને તે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાઓ જાણે છે. ન્યૂ-યૉર્ક પોસ્ટે નેહલના વકીલ રોઝર બર્નસ્ટીવે કહ્યું કે આ એક વ્યાપારી વિવાદ છે અને તેનો ક્લાયન્ટ દોષી નથી. ન્યૂ-યોર્ક પોસ્ટ વેબસાઇટ પર નાખેલા એક વીડિયોમાં નેહલના બર્નસ્ટીન સાથે ફરતા દેખાડવામાં આવ્યા છે. આ સમય દરમિયાન જ્યારે નેહલને ઇન્ટરપોલની નોટિસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે આ અંગે ચર્ચા કરી રહ્યો નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK