Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: મલાડમાં યુવકે યુવતીને ગોળી મારીને કરી આત્મહત્યા, કેસ નોંધાયો

Mumbai: મલાડમાં યુવકે યુવતીને ગોળી મારીને કરી આત્મહત્યા, કેસ નોંધાયો

05 January, 2021 02:42 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai: મલાડમાં યુવકે યુવતીને ગોળી મારીને કરી આત્મહત્યા, કેસ નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના મલાડ વિસ્તારમાં સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ એક યવુકે એક યુવતીને ગોળી મારી અને બાદ તેણે પણ અપઘાત કરી લીધો હતો. આ ઘટના મલાડ વિસ્તારના ઈન્ફિનિટી મૉલની સામે બની છે. આ ઘટનાને અંજામ આપવા યવુકે દેસી કટ્ટાનો ઉપયોગ કર્યો હતો. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર આ મામલો પ્રેમ સંબંધ હોવાનું જણાય છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુવક અને યુવતીને તાત્કાલિક કાંદિવલી સ્થિત શતાબ્દી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરો દ્વારા તપાસ બાદ બન્નેને મૃત ઘોષિત કરાયા હતા. પોલીસે ગુનો નોંધી લીધો છે અને આ મામલામાં આગળની તપાસ હજી ચાલુ છે.



નોંધપાત્ર વાત એ છે કે 1 જાન્યુઆરી નવા વર્ષની પહેલી રાતે મુંબઈમાં એવી જ એક કરુણ ઘટના સામે આવી હતી. મુંબઈના ખાર વિસ્તારમાં નવા વર્ષની ઉજવણી પર એક 19 વર્ષીય છોકરીની હત્યા કરાઈ હતી. આ ઘટનામાં આરોપી યુવતીના પ્રેમી અને તેના મિત્રની પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી છે. પોલીસ સતત આરોપીઓની પૂછપરછ કરી રહી છે. મળેલી માહિતી અનુસાર યુવતીએ આ બન્નેને આપત્તિજનક સ્થિતિમાં જોયા હતા. જેના કારણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પહેલા તેમની વચ્ચે વિવાદ શરૂ થયો અને ત્યારબાદ ઝઘડો થયો. જે બાદ મહિલાની હત્યા કરાઈ હતી.


મુંબઈ પોલીસના કહેવા મુજબ આ કેસ હત્યાના અહેવાલ છે. બન્ને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના ખાર પશ્ચિમમાં નવા વર્ષની પાર્ટી દરમિયાન બની હતી. પોલીસનું કહેવું છે કે આ વાતની પણ તપાસ ચાલી રહી છે કે મુંબઈમાં પ્રતિબંધ હોવા છતાં ટેરેસ પર પાર્ટીનું આયોજન કેવી રીતે થઈ રહ્યું હતું? મૃતકની ઓળખ જાહ્નવી કુકરેજા તરીકે થઈ છે. આ પાર્ટી ભગવતી હાઈટ્સમાં થઈ રહી હતી, જેમાં અન્ય લોકો પણ સામેલ હતા. યુવતીએ બિલ્ડિંગની ટેરેસ પર પાણીની ટાંકી પાસે પોતાના પ્રેમી અને સહેલીને આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2021 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK