મુંબઈથી અમદાવાદ 99 લાખ રૂપિયાનો ડ્રગ્સ લઈ જતા પાંચ જણની ધરપકડ

Published: Sep 14, 2020, 07:04 IST | Agency | Mumbai

મુંબઈથી અમદાવાદ લઈ જવાતી ૯૯.૫૦ લાખ રૂપિયાની કિંમતના ૯૯૫ ગ્રામ કૅફી દ્રવ્યો-મેફીડ્રોન ગોળીઓની જપ્તીના કેસમાં પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઈથી અમદાવાદ લઈ જવાતી ૯૯.૫૦ લાખ રૂપિયાની કિંમતના ૯૯૫ ગ્રામ કૅફી દ્રવ્યો-મેફીડ્રોન ગોળીઓની જપ્તીના કેસમાં પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી. એ પાંચ જણમાં એક પોલીસ કર્મચારીનો પણ સમાવેશ છે. પોલીસે બાતમીને આધારે મુંબઈથી આવતી કાર આંતરીને મોહમ્મદ આરિફ અને ઇમરાન પઢિયાર ઉપરાંત અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ફિરોઝ ખાન નાગોરીની ઝડતી લેતાં એ ત્રણ જણ પાસેથી ડ્રગ્સ પકડાયા પછી પૂછપરછ કરીને મેળવેલી માહિતીને આધારે મુંબઈથી શાહજાદ તેઝાબવાલા અને ઇમરાન અજમેરીની ધરપકડ કરી હતી. એ બે આરોપીઓ ૨૦૧૯ના ડ્રગ્સ કેસમાં જામીન પર છૂટીને રફુચક્કર થઈ ગયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK