ગણેશ આચાર્ય વિરૂદ્ધ મહિલા કોરિયોગ્રાફરે કરી ફરિયાદ, લગાવ્યો આ આરોપ

Published: 28th January, 2020 15:58 IST | Mumbai

કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પર એક મહિલા કોરિયોગ્રાફરે અશ્લીલ વીડિયો જોવા દબાણ કરવાનો આરોપ મૂક્યો છે. મહિલાએ આંબોલી પોલીસ સ્ટેશનમાં ગણેશ આચાર્ય વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.

કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય
કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય

કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પર એક મહિલા કોરિયોગ્રાફરે અશ્લીલ વીડિયો જોવા દબાણ કરવાનો આરોપ મૂક્યો છે. મહિલાએ આંબોલી પોલીસ સ્ટેશનમાં ગણેશ આચાર્ય વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. મળેલી માહિતી અનુસાર 33 વર્ષીય મહિલા કોરિયોગ્રાફરે અશ્લીલ વીડિયો જોવાના દબાણ સાથે કમીશન આપવા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ ન કરવા દેવાનો આરોપ લગાવ્યો છે.

 

 

મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને રાજ્યના મહિલા આયોગમાં પણ ગણેશ આચાર્યની ફરિયાદ કરી છે. ગણેશ આચાર્ય હાલમાં ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન કોરિયોગ્રાફર્સ અસોસિએશનના જનરલ સેક્રેટરી છે. તેમ જ એવું કહેવામાં આવી રહ્યું છે કે આક્ષેપ કરનારી મહિલા પણ આ અસોસિએશનની સભ્ય છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર ગણેશ આચાર્ય સતત એને આઈએફટીસીએ ઑફિસ બોલાવતા હતા.

ફરિયાદ અનુસાર, 26 જાન્યુઆરી 2020એ અસોસિએશનની એક મીટિંગ હતી, જેમાં તે પણ પોતાના પોઈન્ટ્સ રાખવા પહોંચી હતી. જોકે એના બાદ ગણેશ આચાર્ય અને કેટલાક અન્ય સાથીદાર ત્યાં આવ્યા. ગણેશ આચાર્યે આવેલા સાથી પર જોરદાર ગુસ્સો કર્યો અને કહ્યું તમારી અહીંયા આવવાની હિમ્મત કેમ થઈ? તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાદ મહિલા કોરિયોગ્રાફરે જણાવ્યું કે તેઓ અસોસિએશનની સદસ્ય છે.

આ પણ જુઓ : Happy Birthday Shruti Hassan: રાતો-રાત ચર્ચાનો વિષય બની ગઈ હતી આ એક્ટ્રેસ

બાદ ગણેશ આચાર્યને ઘણો ગુસ્સો આવ્યો અને તેણે તેની અન્ય મહિલા ટીમના સભ્યોને ફરિયાદીને થપ્પડ મારવા કહ્યું. તે પછી, બે મહિલા સભ્યોએ તેને જાહેરમાં મારવાનું શરૂ કરી દીધું. સોશિયલ મીડિયા પર આ મારપીટનો વીડિયો પણ સામે આવ્યો છે. સાથે જ મહિલાએ આરોપ લગાવ્યો છે કે એ સિવાય ગણેશે મને પોતાના આસિસ્ટન્ટ બનવા પણ કહ્યું, પરંતુ મેં ના પાડી દીધી કારણકે હું સ્વતંત્ર રીતે કામ કરવા માંગુ છું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK