Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શિક્ષિકાએ બાળકીઓના પ્રાઇવેટ પાર્ટ સાથે ચેડાં કરીને યૌનશોષણ કર્યું

શિક્ષિકાએ બાળકીઓના પ્રાઇવેટ પાર્ટ સાથે ચેડાં કરીને યૌનશોષણ કર્યું

10 January, 2020 02:36 PM IST | Indore

શિક્ષિકાએ બાળકીઓના પ્રાઇવેટ પાર્ટ સાથે ચેડાં કરીને યૌનશોષણ કર્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લામાંથી એક ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા ટ્યુશન ટીચરે પોતાની વિદ્યાર્થિનીઓનું યૌનશોષણ કર્યું છે જેનો વિડિયો બનાવીને ટીચરે પોતાના બૉયફ્રેન્ડને શૅર કર્યો હતો. ટીચરે છ વર્ષ અને ત્રણ વર્ષની પોતાની વિદ્યાર્થિનીનાં કપડાં ઉતારીને તેમના પ્રાઇવેટ પાર્ટ્સમાં પેન્સિલ નાખી હતી. આ સમગ્ર ઘટનાનો વિડિયો ઉતારીને તેણે પોતાના બૉયફ્રેન્ડને શૅર કર્યો હતો. પોલીસે ૧૯ વર્ષની ટીચર અને તેના બૉયફ્રેન્ડની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો : દિલ્હીમાં ISIS મૉડ્યુલનો પર્દાફાશ : ત્રણ આતંકવાદીઓની ધરપકડ



મંગળવારે સાંજે ટ્યુશનથી ઘરે પરત ફર્યા બાદ લગભગ બે કલાક પછી નાની દીકરીએ પોતાના પ્રાઇવેટ પાર્ટમાં દુઃખાવો થવાની ફરિયાદ કરી હતી. માતાએ તપાસ કરતાં તેમણે જોયું કે બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ઈજા પહોંચી હતી. પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ‘ટીચર દીદી’એ તેની સાથે શું-શું કર્યું. જ્યારે માતાએ તેમની મોટી દીકરીને આ વિશે પૂછ્યું ત્યારે તેણે પણ આ જ વાતનું પુનરાવર્તન કર્યું. બાળકીઓએ પોલીસને જણાવ્યું કે જ્યારે અમે રડવા લાગ્યા તો ટીચરે અમને કપડાં પહેરાવી દીધાં અને ફરીથી ભણાવવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ બાળકીનો પરિવાર પાડોશમાં રહેનારી ટીચરને ત્યાં પહોંચ્યો હતો અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યા બાદ પોલીસને હવાલે કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2020 02:36 PM IST | Indore

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK