Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં 16 ઉમેદવારો અભણ, 133 ઉમેદવારોનો ક્રિમિનલ રેકૉર્ડ

દિલ્હીમાં 16 ઉમેદવારો અભણ, 133 ઉમેદવારોનો ક્રિમિનલ રેકૉર્ડ

03 February, 2020 11:56 AM IST | New Delhi

દિલ્હીમાં 16 ઉમેદવારો અભણ, 133 ઉમેદવારોનો ક્રિમિનલ રેકૉર્ડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો પર ૬૭૨ ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવવા મેદાને ઊતર્યા છે. દિલ્હી ઇલેક્શન વૉચ દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં ૧૩૩ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ૨૪૩ ઉમેદવારો કરોડપતિ છે. ૧૬ ઉમેદવારો સાવ અંગૂઠાછાપ છે.

૧૩૩ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમાં પણ ૧૦૪ તો એવા છે જેમના પર હત્યા, અપહરણ, બળાત્કાર અને મહિલાઓ પર અત્યાચાર જેવા કેસ દાખલ છે.



૬૭૨ ઉમેદવારોમાંથી ૨૪૩ ઉમેદવારો કરોડપતિ છે જેમની આવક એક કરોડથી વધારે છે. ૧૦૫ ઉમેદવારોની સંપત્તિ પાંચ કરોડથી વધારે છે, જ્યારે ૭૨ ઉમેદવારોની સંપત્તિ બેથી પાંચ કરોડની વચ્ચે છે. કરોડપતિ ઉમેદવારોની સંખ્યામાં કૉન્ગ્રેસના ઉમેદવાર સૌથી વધારે છે. આપ બીજા નંબર પર છે અને બીજેપી ત્રીજા નંબર પર આવે છે.


તો રિપોર્ટમાં જણાવ્યું છે ૧૧૫ ઉમેદવારો એવા છે કે જેઓ ધોરણ ૫થી ૮ સુધી ભણેલા છે, જ્યારે ૧૬ ઉમેદવારો એવા છે જેઓ બિલકુલ ભણેલા નથી. ૨૯૮ ઉમેદવારો ગ્રેજ્યુએટ સુધી ભણેલા છે. કૉન્ગ્રેસે સૌથી વધુ મહિલાઓને ટિકિટ આપી છે. કૉન્ગ્રેસે ૧૦ મહિલાઓને ટિકિટ આપી છે. આપએ ૯ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારી છે તો વળી બીજેપીએ પણ ૬ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2020 11:56 AM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK