મુંબઈ : 7 રૂપિયાનું ઇ‌ન્જેક્શન એક લાખમાં વેચતો હતો, એકની અરેસ્ટ

Published: 1st October, 2020 10:06 IST | Mumbai Correspondent | Mumbai

એકની અરેસ્ટ : કોરોનાને કારણે શરીરમાં ઘટી રહેલા ઑક્સિજનને વધારતું ઇન્જેક્શન વિદેશથી મગાવીને ગોરખધંધો કરવાનો આરોપ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના કેસ વધવાની સાથે અનેક કોરોનાના ઇલાજ માટે કામ આવતી દવા-ઇન્જેકશનનું ડબલ ભાવમાં વેચાણ થઈ રહ્યું છે ત્યારે સાત રૂપિયાના ઇન્જેકશનને લાખ રૂપિયામાં વેચતા એક આરોપીની દિલ્હીમાંથી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. બોગસ ઇન્જેક્શન બનાવવા માટે ભેજાબાજ આરોપીએ વિદેશથી ૫૮,૦૦૦ રૂપિયા ખર્ચીને મગાવ્યું હતું.

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૯ની ટીમે ઑગસ્ટમાં કોરોનાની બીમારીમાં ઉપયોગી ઇન્જેક્શન બ્લૅકમાં વેચવાના આરોપસર નસીર ખાન નામના આરોપીની ધરપકડ કરી હતી. તેની પાસેથી સ્વાઝીલૅન્ડમાં બનતી દવા મળી આવી હતી. આ ઇન્જેક્શન નકલી હોવાની શંકાને આધારે લૅબમાં ટેસ્ટિંગ માટે મોકલાયું હતું.

૨૫ સપ્ટેમ્બરે લૅબમાંથી રિપોર્ટ આવ્યો હતો કે આરોપી નસીર ખાન પાસેથી મળેલું ઇન્જેક્શન બનાવટી છે. આથી આ ઇન્જેક્શન તેની પાસે કેવી રીતે આવ્યું એની તપાસ હાથ ધરાઈ હતી. દિલ્હીમાં ગોવિંદપુરામાં રહેતા આરોપી અજય નાશા પાસેથી ઇન્જેક્શન મળ્યું હોવાની માહિતી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની દિલ્હી જઈને ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૯ના સિનિયર ઇન્સ્પેક્ટર નંદકુમાર ગોપાલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિલ્હીનો આરોપી અજય મેડિકલ સ્ટોર ધરાવે છે. સ્વાઝીલૅન્ડમાં જે ઇન્જેક્શન બને છે તે તેણે ગુડગાંવમાંથી બ્લૅકમાં ૫૮,૦૦૦ રૂપિયામાં ખરીદ્યું હતું. બાદમાં તેણે ઇન્જેક્શનની સાઇઝની બોટલ, તેના બૉક્સના કવર પ્રિન્ટ કરાવ્યા હતા. સાત રૂપિયામાં તેને પડતું ઇન્જેક્શન લાખ રૂપિયામાં તે વેચતો હતો. પૈસા કમાવવાની લાલચમાં આરોપીએ આવા ઇન્જેક્શન અનેક લોકોને વેચીને તેમના જીવ જોખમમાં મૂક્યા હોવાની શક્યતા છે. આ બાબતે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK