વિવેક ઑબરૉયની પત્નીને બેંગ્લુરુ સિટી ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ કેસમાં નોટિસ ફટકારી

Published: 16th October, 2020 14:08 IST | Gujarati Mid-day Online Correspondent | Bengaluru

અભિનેતાની પત્ની પ્રિયંકાનો ભાઈ આદિત્ય અલવા સેન્ડલવૂડ ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો હોવાથી તેને નોટિસ મોકલવામાં આવી છે

તસવીર સૌજન્ય: ટ્વીટર
તસવીર સૌજન્ય: ટ્વીટર

ગુરુવારે બૉલીવુડ અભિનેતા વિવેક ઑબરૉય (Vivek Oberoi)ના ઘરે પોલીસે દરોડા પાડયા બાદ આજે અભિનેતાની પત્ની પ્રિયંકા અલવા (Priyanka Alva)ને બેંગ્લુરુ સિટી ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ કેસમાં નોટિસ ફટકારતા અભિનેતાની મુશ્કેલીઓ વધી છે.

વિવેક ઑબરૉયની પત્ની પ્રિયંકા અલવાને સિટી ક્રાઈમ બ્રાંચે બેંગ્લુરુએ નોટિસ ફટકારી છે. આદિત્ય અલવા સેન્ડલવૂડ ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો છે અને તે છેલ્લાં એક મહિનાથી ફરાર છે. આદિત્ય અને પ્રિયંકા ભાઈ-બહેન છે. આથી જ આદિત્ય સાથેના કનેક્શન અંગે બેંગ્લુરુ સિટી ક્રાઈમ બ્રાન્ચે પ્રિયંકાને નોટિસ આપી છે. આદિત્ય પર આક્ષેપ છે કે, તેણે પોતાના કર્ણાટકના હેબ્બલ લેક સ્થિત ફાર્મહાઉસમાં અનેક રેવ પાર્ટી યોજી હતી અને અહીંયા સેન્ડલવૂડ સાથે જોડાયેલા અનેક સેલેબ્સ આ પાર્ટીમાં હાજર રહ્યાં હતાં.

આ પહેલા ગુરુવારે એટલે કે, 15 ઓક્ટોબરના રોજ બેંગ્લુરુ પોલીસે વિવેક ઑબરૉયના મુંબઈના જુહૂ સ્થિત ઘરમાં દરોડા પાડ્યા હતા. 15 ઓક્ટોબરના રોજ બપોરે એક વાગે બેંગ્લુરુ પોલીસના બે ઈન્સ્પેક્ટર એક્ટરના ઘરે આવ્યા હતા અને વિવેકની પત્ની પ્રિયંકાની પૂછપરછ કરી હતી. બેંગ્લુરુ પોલીસ સેન્ડલવૂડ ડ્રગ રેકેટ કેસમાં વિવેકના સાળા આદિત્ય અલવાને શોધે છે. સૂત્રોના મતે પોલીસને શંકા છે કે, આદિત્યને ભગાડવામાં તેની બહેન એટલે કે વિવેકની પત્ની પ્રિયંકાએ મદદ કરી છે. આદિત્ય એક મહિનાથી ફરાર છે.

આ પણ વાંચો: બૅંગ્લોર ડ્રગ્સ કેસ મામલે મુંબઇમાં વિવેક ઑબરૉયના ઘરે પોલીસના દરોડા

તમને જણાવી દઈએ કે, સેન્ડલવૂડ ડ્રગ રેકેટ કેસમાં ચાર સપ્ટેમ્બરના રોજ અભિનેત્રી રાગિનીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ રાગિનીનો પહેલો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અભિનેત્રીએ પોતાના સેમ્પલ સાથે ચેડાં કર્યાં હતાં. રાગિની ઉપરાંત કન્નડ એક્ટ્રેસ સંજના ગલરાનીની પણ ધરપકડ કરવામાં આવી હતી. હવે પ્રિયંકા અલવાને નોટિસ મોકલાવતા આ મામલો વધુ સિરિયસ બન્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK