ઔરંગાબાદ : શિક્ષકે 10 વર્ષની છોકરીઓને પૉર્ન-ક્લિપ બતાવી

Published: Feb 05, 2020, 10:55 IST | Aurangabad

મહારાષ્ટ્રના નાંદેડ શહેરના માલટેકડી વિસ્તારમાં આવેલી એક પ્રાથમિક શાળાના ૩૦ વર્ષના શિક્ષકની વિદ્યાર્થીનીઓની સતામણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના નાંદેડ શહેરના માલટેકડી વિસ્તારમાં આવેલી એક પ્રાથમિક શાળાના ૩૦ વર્ષના શિક્ષકની વિદ્યાર્થીનીઓની સતામણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક શાળામાં ૧૦ વર્ષની વિદ્યાર્થિનીઓને પૉર્નોગ્રાફિક વિડિયો-ક્લિપ્સ બતાવવા બદલ પોલીસે સોમવારે સ્વપ્નિલ શ્રુંગારેની ધરપકડ કરી હતી. આ બનાવ શનિવારે પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે એક વિદ્યાર્થિની શાળાએથી છૂટીને ઘરે ગયા પછી બીમાર થઈ ગઈ હતી અને તેણે તેનાં માતા-પિતાને શ્રુંગારે વિશે હકીકત જણાવી હતી.

છોકરીનાં માતા-પિતાને જાણ થઈ હતી કે આરોપીએ અન્ય ચાર વિદ્યાર્થિનીઓને પૉર્નોગ્રાફિક વિડિયો બતાવીને તેમની પજવણી કરી હતી અને તેમને શાળાની છત પરથી ફેંકી દેવાની ધમકી પણ આપી હતી. સોમવારે વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને શ્રુંગારેને માર માર્યો હતો. ત્યાર બાદ તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK