Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હૉસ્પિટલના વેઇટિંગ-રૂમમાં ઘૂસી આવી મારકણી ગાય

હૉસ્પિટલના વેઇટિંગ-રૂમમાં ઘૂસી આવી મારકણી ગાય

17 February, 2021 09:11 AM IST | Columbia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૉસ્પિટલના વેઇટિંગ-રૂમમાં ઘૂસી આવી મારકણી ગાય

હૉસ્પિટલના વેઇટિંગ-રૂમમાં ઘૂસી આવી મારકણી ગાય


રખડતી ગાયની સમસ્યા આપણા દેશમાં બહુ સામાન્ય છે, પરંતુ સાઉથ અમેરિકાના દેશ કોલમ્બિયામાં પણ ગાયે એક હૉસ્પિટલની વેઇટિંગ-રૂમમાં ઘૂસીને ભારે ત્રાસ વર્તાવ્યો હતો. એક હૉસ્પિટલની વેઇટિંગ-રૂમમાં અચાનક એક ગાય ઘૂસી આવી હતી અને એણે ત્યાં હાજર પેશન્ટ તેમ જ હેલ્થ વર્કર પર હુમલો કરતાં ભારે દોડધામ મચી ગઈ હતી. લોકોએ જીવ બચાવવા દોડધામ કરી મૂકી હતી. ૯૦ સેકન્ડનો વિડડિયો પણ વાઇરલ થયો છે, જેમાં લોકો શાંતિથી વેઇટિંગ-રૂમમાં બેઠા હોય છે અને અચાનક એક ગાય અંદર આવી જાય છે. ગભરાયેલા લોકો બચવા માટે ખૂણામાં ઘૂસે છે, પરંતુ ગાય તમામને એ ખૂણામાં જ અડફેટમાં લઈ લે છે. કેટલાક લોકો ભાગવામાં સફળ થાય છે તો એક મહિલાને ગાય ભયાનક રીતે અડફેટમાં લે છે અને તેને દીવાલ તરફ ધકેલે છે. થોડા સમય બાદ ગાય રૂમની બહાર નીકળી જાય છે અને મહિલા પણ બીજી રૂમમાં નાસી જવામાં સફળ થાય છે. આ ઘટના બાદ ગાયના માલિકે આવીને તમામ લોકોની માફી માગી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2021 09:11 AM IST | Columbia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK