કોરોના મહામારીમાં ડૉક્ટર્સ સહિત નર્સ, એમ્બ્યુલન્સ ડ્રાઈવર, સપોર્ટ સ્ટાફના મેડિકલ સ્ટાફને લોકો સલામ કરે છે કારણ કે તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોને જીવ બચાવે છે. પરંતુ કેરળના પથનામથિયા જીલ્લામાં એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરે એક કોવિડ પેશન્ટને હૉસ્પિટલમાં લઈ જતા સમયે રેપ કર્યું છે.
પોલીસે કહ્યું કે, પીડિત છોકરી શનિવારે કોવિડ-19 પૉઝિટિવ ટેસ્ટ થઈ હતી, જેથી તે પંથલમમાં રિલેટિવના ઘરે ક્વૉરન્ટીન હતી. મેડિકલ વર્ક્સે બે અલગ હૉસ્પિટલમાં બે કોવિડ પૉઝિટિવ મહિલાઓને મોકલવાની હતી. આરોપી નોફલ (29)એ એક મહિલા પેશન્ટને ડ્રોપ કરી તે પછી આ છોકરીને એક સૂમસાન સ્થળે લઈ જઈને રેપ કર્યું હતું. મેડિકલ રિપોર્ટમાં કન્ફર્મ થયું છે કે છોકરીનું રેપ થયું છે.
ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. પીડિત છોકરીની માતાએ હૉસ્પિટલ ઑથોરિટી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાછળથી ખબર પડી કે આરોપી ડ્રાઈવર રિઢો ગુનેગાર છે.
એક પોલીસ અધિકારીએ કહ્યું કે, અમને હૉસ્પિટલે આ ઘટનાની જાણ કરી હતી તે પછી આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. આગળ જતા અમે છોકરીનું સ્ટેટમેન્ટ લેશું હાલ તે કંઈ બોલી શકવાની સ્થિતિમાં નથી.
Coronavirus India News: સાત મહિનામાં સૌથી ઓછા કેસ નોંધાયા, 137 લોકોનું મોત
19th January, 2021 11:59 ISTKerala: કેરળમાં 17 વર્ષીય બાળકી પર 38 પુરૂષોએ ગુજાર્યો બળાત્કાર, 20ની ધરપકડ
19th January, 2021 11:03 ISTઆંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં કેરળથી કાશ્મીર સુધી સાઇકલ-સવારી
17th January, 2021 09:15 ISTલૂંટમાં સર્વસ્વ ગુમાવી દીધા બાદ થ્રિસુરની મહિલાએ ફરી ચિપ્સનો વ્યવસાય શરૂ કર્યો
16th January, 2021 09:36 IST