પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની છે, જે વેક્સિનનું ઉત્પાદન અને વેચાણ કરે છે. ઑક્સફર્ડ વેક્સિનના ક્લિનીકલ પરીક્ષણની પરવાનગી આપી દેવામાં આવી છે.
કોરોના વેક્સિન કોવિશીલ્ડના માનવ પરીક્ષણ માટે પુણેની ફર્મને પરવાનગી મળી ગઈ છે. એમ્સ દિલ્હી, બીજે મેડિકલ કૉલેજ, પુણે, રાજેન્દ્ર મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સેઝ (આરએમઆરઆઇએમએસ) પટના વગેરે સહિત 18 પસંદગી કરેલ સ્થલે 18 વર્ષથી વધારેની વયના લગભગ 1,600 લોકો ભાગ ળેશે.
કોવિડ-19 પર એક વિષય વિશેષજ્ઞ સમિતિએ શુક્રવારે દેશના ઔષધિ નિયામને ભલામણ કરી કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા(એસઆઇઆઇ)ને ઑક્સફૉર્ડના ટીકાની મનુષ્ય પર ક્લિનીકલ પરીક્ષણના બીજા અને ત્રીજા ચરણની પરવાનગી આપવામાં આવે.
પુણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા વિશ્વની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની છે, જે ઉત્પાદન અને વેચાણની સંખ્યા પર આધારિત છે. તેણે બ્રિટિશ - સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રા જેનેકાની મદદથી જેનર ઇન્સ્ટિટ્યૂટ (ઑક્સફર્ડ યુનિવર્સિટી) દ્વારા વિકસિત શક્ય વેક્સિનના નિર્માણ માટે એક સોદા પર હસ્તાક્ષર કર્યા છે.
આનું લક્ષ્ય મોટા પાયે વેક્સિનનું ઉત્પાદન કરવાનું છે, જેની કિંમત 1,000થી ઓછી હશે. પુણે ફર્મ દ્વારા પ્રસ્તુત પ્રારંભિક પ્રસ્તાવ તપાસના ક્ષેત્રમાં આવે અને વિશેષજ્ઞ સમિતિએ કેટલાક સંશોધનોની સલાહ આપી.
SIIએ મંગળવારે વિશેષજ્ઞ પેનલ પછી બુધવારે એક સંશોધિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, આના આવેદન પર વિચાર-વિમર્શ પછી, તેણે કેટલીક વધારે માહિતી પ્રાપ્ત કરવા સિવાય પરીક્ષણો માટે પોતાના પ્રૉટોકૉલને સંશોધિત કરવા માટે કહ્યું હતું.
SIIના આવેદન પર વિચાર કરવા માટે શુક્રવારે કોરોના વાયરસ વિષયે વિશેષજ્ઞ સમિતિ દ્વારા એક જરૂરી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. એક અધિકારિક સૂત્રએ કહ્યું કે વિચાર-વિમર્શ પછી, આ ભલામણ કરવામાં આવી છે કે ઑક્સફર્ડ યૂનિવર્સિટી દ્વારા વિકસિત સંભવિત વેક્સિન કોવિશિલ્ડના બીજા અને ત્રીજા ચરણ માનવ નૈદાનિક પરીક્ષણો માટે પરવાનગી આપવામાં આવે.
આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં કેરળથી કાશ્મીર સુધી સાઇકલ-સવારી
17th January, 2021 09:15 IST૨૦ મહિનાની બાળકી ભારતની સૌથી નાની ઑર્ગન ડોનર બની
17th January, 2021 08:57 ISTદેશના ટૉપ પાંચ શ્રેષ્ઠ મુખ્યપ્રધાનોમાં ભાજપના એક પણનો સમાવેશ નહીં
16th January, 2021 17:20 ISTઆ લોકોને નહીં આપવામાં આવે કોરોનાની રસી, જાણો શા માટે
16th January, 2021 15:43 IST