Covid-19: છેલ્લા 24 કલાકમાં 18,222 કેસ નોંધાયા, 19,253 દર્દીઓ સાજા થયા

Published: 9th January, 2021 11:44 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે આઠ વાગ્યે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 18 હજાર 222 કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 19 હજાર 253 દર્દીઓ સાજા થયા હતા અને 22 લોકોના મોત નીપજ્યાં હતા.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દેશમાં સતત કોરોના વાઈરસ (COVID-19)ના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસ સવા બે લાખથી ઓછા થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે આઠ વાગ્યે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 18 હજાર 222 કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 19 હજાર 253 દર્દીઓ સાજા થયા હતા અને 22 લોકોના મોત નીપજ્યાં હતા. આ દરમિયાન 9 લાખ 16 હજાર 951 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કુલ કેસ 1 કરોડ 4 લાખ 31 હજાર 639 કેસ થયા છે. તે જ સમયે, એક કરોડ 56 હજાર 651 દર્દીઓ સાજા થયા છે. એક લાખ 50 હજાર 798 લોકોનાં મોત નીપજ્યાં છે. એક્ટિવ કેસ 2 લાખ 24 હજાર 190 છે, જે કુલ કેસમા 215 ટકા છે. તેમ જ રિકવરી રેટ 96.41 ટકા છે. મૃત્યુ દર 1.45 ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) મુજબ કુલ અત્યાર સુધી 18 કરોડ 2 લાખ 53 હજાર 315 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 19 લાખ 61 હજાર 975 કેસ નોંધાયા છે. અહીં 53,006 એક્ટિવ કેસ છે. તેમ જ 18 લાખ 58 હજાર 999 દર્દીઓ સાજા થયા છે. 49,970 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાના 6.29 લાખ કેસ સામે આવી ગયા છે. તેમ જ 10 હજાર 654 લોકોના મોત નીપજ્યાં છે. એક્ટિવ કેસ 3779 છે. કેરળમાં અત્યાર સુધી કોરોનાના આઠ લાખથી વધારે કેસ સામે આવ્યા છે. તેમ જ 3257 લોકોના મોત નીપજ્યાં છે. અહીં એક્ટિવ કેસ 64 હજાર 434 છે.

કેરળમાં અત્યાર સુધી કોરોનાના આઠ લાખથી વધારે કેસ નોંધાયા છે. તેમ જ 3257 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં એક્ટિવ કેસ 64 હજાર 434 છે. ઉત્તર પ્રદેશમાં 11 હજાર 535 એક્ટિવ કેસ છે. 5 લાખ 71 હજાર 606 દર્દીઓ સાજા થયા છે. 8469 લોકોનાં મોત નીપજ્યાં છે. કુલ 5 લાખ 51 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જણાવી દઈએ કે શુક્રવાર સુધી બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના દેશમાં 82 કેસ સામે આવ્યા છે. આ લોકોને તેમના રાજ્યોમાં કોરોના કેર સેન્ટરમાં અલગ-અલગ રૂમમાં ક્વૉરન્ટીન રાખવામાં આવ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK