સાયન હૉસ્પિટલમાં 270 કોરોના-પૉઝિટિવ ગર્ભવતી મહિલાઓની થઈ સફળ પ્રસૂતિ

Published: Jun 27, 2020, 11:03 IST | Mumbai Correspondent | Mumbai

કોરોના મહામારી વચ્ચે સાયન હૉસ્પિટલના ડૉકટરો દ્વારા લૉકડાઉન-1 એટલે કે ૨૨ માર્ચથી ૨૫ જૂન સુધીમાં ૨૭૦ કોરોના-પૉઝિટિવ ગર્ભવતી મહિલાઓની ડિલિવરી કરાવવામાં આવી હતી; જેમાં ૨૫૧ કોરોના-પૉઝિટિવ માતાએ ૨૫૨ કોરોના-નેગેટિવ બાળકોને જન્મ આપ્યા હતા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારી વચ્ચે સાયન હૉસ્પિટલના ડૉકટરો દ્વારા લૉકડાઉન-1 એટલે કે ૨૨ માર્ચથી ૨૫ જૂન સુધીમાં ૨૭૦ કોરોના-પૉઝિટિવ ગર્ભવતી મહિલાઓની ડિલિવરી કરાવવામાં આવી હતી; જેમાં ૨૫૧ કોરોના-પૉઝિટિવ માતાએ ૨૫૨ કોરોના-નેગેટિવ બાળકોને જન્મ આપ્યા હતા, જેમાં પહેલાં ૧૧ બાળકોનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. હાલમાં બધાં બાળકો કોરોના-નેગેટિવ છે.

કોરોનાથી ગર્ભવતી મહિલાને બાળકના જન્મ પહેલાં કોરોના ટેસ્ટ કરાવવી સરકારે અનિવાર્ય કરી છે. જેના કારણસર ગર્ભવતી મહિલાને જો કોરોના-પૉઝિટિવ આવ્યું તો તેણે સરકારી હૉસ્પિટલમાં જવું પડે છે. સાયન હૉસ્પિટલમાં ડૉક્ટર અરુણ નાયકની સારી કામગીરીને કારણે ૨૫ જૂન સુધીમાં ૨૭૦ કોરોના-પૉઝિટિવ મહિલાની ડિલિવરી કરાવવામાં આવી હતી. ૧૪૧ સિઝેરિયન અને ૧૦૧ સામાન્ય ડિલિવરી કરાવવામાં આવી હતી. એમાં કુલ ૨૫૧ કોરોના-પૉઝિટિવ મહિલાની ડિલિવરી કરાવવામાં આવી હતી અને એમાં ૨૫૨ કોરોના-નેગેટિવ બાળકોને જન્મ આપ્યા હતા.

સાયન હૉસ્પિટલના ડૉક્ટર રમેશ ભારમલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ બધું સ્ત્રીરોગ વિભાગના ડૉક્ટર અરુણ નાયકના નેતૃત્વમાં થયું છે, જેમાં તેમની સારી કામગીરીના પગલે કોરોના-પૉઝિટિવ મહિલાનાં બાળકો હાલમાં બધાં સામાન્ય સ્થિતિમાં છે. આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો મહિલા કોરોના-પૉઝિટિવ હોય તો તેના બાળકને કોરોના નહીં હોય, પણ બાળક આવતાંની સાથે તેની પૂરી કાળજી લેવામાં ન આવે તો તેને કોરોના થઈ શકે છે.

પ્રાઇવેટ હૉસ્પિટલો પર નજર રાખવા પાલિકાના અધિકારીની નિમણૂક કરો : રાજ્ય સરકાર

મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને કહ્યું છે કે પાલિકાના સ્ટાફને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-19ના દરદીઓનાં મેડિકલ બિલ તપાસવાના કામે લગાડો.

શિવસેના નેતા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે ‘ઔરંગાબાદમાં મળેલી ઑલ પાર્ટી રેપ્રેઝન્ટેટિવની મીટિંગમાં ઔરંગાબાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને આ આદેશ આપવામાં આ‍વ્યો હતો. મીટિંગમાં સીએમ ઉદ્ધવ ઠાકરે, સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ મિનિસ્ટર સુભાષ દેસાઈ, સ્ટેટ ચીફ સેક્રેટરી અજૉય મેહતા વગેરે જોડાયા હતા.

મીટિંગ દરમિયાન એઆઇએમઆઇએમના નેતા અને લોકસભાના સંસદસભ્ય ઇમ્તિયાઝ જલીલે કોવિડ-19ની મેડિસિનની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો, જ્યારે રાજ્યસભા મેમ્બર ડૉ. ભાગવત કરાડે હૉસ્પિટલમાં મેડિકલ સ્ટાફ વધારવાની માગ કરી હતી.

અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે ‘સરકાર પ્રયાસ કરી રહી છે કે મેડિકલ સ્ટાફની સંખ્યા વધારવામાં આવે અને મેડિસિનની શૉર્ટેજ પણ દૂર કરવામાં આવશે. આ સાથે દરદીઓનાં મેડિકલ બિલ ઑડિટ કરવા પાલિકાના સ્ટાફને કામ સોંપવામાં આવશે.’

સોસાયટીઓમાં હાઉસમેડ અને ડ્રાઇવરના પ્રવેશ પર બંધી નથીઃ સરકારની સ્પષ્ટતા

ઘરકામ કરતી કામવાળી બાઈ અને ડ્રાઇવરને સોસાયટીમાં પ્રવેશ આપવો કે નહી એ બાબતે હાલ બહુ જ અસંમજસ ચાલી રહી હતી અને વિરોધાભાસી નિવેદનો થઇ રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારે શુક્રવારે એ માટે નોટિફિકેશન બહાર પાડી તેમના પ્રવેશ પર પ્રતિબંધ ન હોવાનું સ્પષ્ટ કર્યું છે.

કોરોનાના કારણે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે કેટલાક સાવચેતીના પગલા લીધા હતા. જોકે હાઉસિંગ સોસાયટીઓમાં લોકોના ઘરકામ કરતી કામવાળી બાઇ અને ડ્રાઇવરોના પ્રવેશ પર પ્રતિબંધ નહોતો મુકાયો. એમ છતા કેટલીક હાઉસિંગ સોસાયટીઓ તેમને પ્રવેશ આપતી નહોતી. આમ કરી એ સોસયટીના પદાધિકારીઓ રાજ્ય શાસનના નિર્ણયની વિરોધમાં જઈને નિયમો તૈયાર કરતા હોવાનું સરકારને જણાઈ આવ્યું છેથોડા જ દિવસો પહેલા કામવાળીઓ બાઈઓએ એકઠા થઇને વિરોધ પ્રદર્શન કરતા કહ્યું હતું કે છેલ્લા 3 મહિનાથી તેમનું કામ છૂટી જવાથી તેઓ ભારે આર્થિક તંગી ભોગવી રહી છે માટે તેમને કામ પર જવા દેવાની પરવાનગી આપવામાં આવે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK